બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

VTV / મનોરંજન / બોલિવૂડ / ડિરેક્ટરે એક સીન માટે આખું વર્ષ અટકાવ્યું ફિલ્મનું શૂટિંગ, અને આગળ જતા મેળવ્યો ઓસ્કાર એવોર્ડ

લાઈફટાઈમ / ડિરેક્ટરે એક સીન માટે આખું વર્ષ અટકાવ્યું ફિલ્મનું શૂટિંગ, અને આગળ જતા મેળવ્યો ઓસ્કાર એવોર્ડ

Last Updated: 07:53 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવા ફિલ્મ મેકરની વાત, જેમના ફેન્સ આખી દુનિયામાં પથરાયેલા હતા. માર્ટિન સ્કોરોસ્કી જેમના પરથી આજે બોલીવુડ પ્રેરણા લે છે, તેવા દિગ્ગજ ફિલ્મ મેકર પણ સત્યજીત રે પરથી ઈન્સપાયર હતા.

તમે હેડલાઈન વાંચીને આ ડિરેક્ટર કોણ છે એ વિચારતા હશો. જો ખરા સિનેમાલવર હશો તો ઓસ્કારની વાત સાંભળીને અથવા ફોટો જોઈને સમજી જ ચૂક્યા હશો કે આ આર્ટિકલમાં અમે સત્યતજીત રેની વાત કરી રહ્યા છીએ. સત્યજિત રે ફિલ્મ જગતના બેસ્ટ ફિલ્મમેકર્સમાંના એક હતા. તેઓ પોતાની ફિલ્મો એ જ રીતે દર્શાવતા, જેવું તે ઈચ્છતા હતા. આમિર ખાનને આપણે પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખીએ છીએ, પરંતુ સત્યજીત રે પોતાની ફિલ્મો સાથે જરા જેટલી પણ બાંધછોડ નહોતા કરતા પછી, ભલે તેમને આ ફિલ્મ બનાવવામાં એક વર્ષ લાગે કે પાંચ વર્ષ ફિલ્મો માટે તેમના પર્ફેક્શનનો અંદાજો આપણે એ વાતથી લગાવી શકીએ કે તેમણે એક સીનના શૂટિંગ માટે ફિલ્મનું શૂટિંગ આખું વર્ષ અટકાવી દીધું હતું.

સત્યજીત રેનો જન્મ 2 મેના રોજ 1921માં કલક્તામાં થયો હતો, બાદમાં તેમણે પ્રેસિડેન્સી કોલેજ અને વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં અબ્યાસ કર્યો અને અભ્યાસ કરીને ગ્રાફિક ડિઝાઈનર તરીકે કામ કરતા રહ્યા. આ દરમિયાન તેઓ પટકથા પણ લખતા હતા. બાદમાં 1949માં ફ્રાંસના જાણીતા ફિલ્મ ડિરેક્ટર જીન રેનાયર ફિલ્મ ધ રિવરના શૂટિંગ માટે કલકત્તા આવ્યા હતા, આ દરમિયાન તેમની મુલાકાત સત્યજીત રે સાથે થઈ. સત્યજીતે રેનાયરને લોકેશન સોધવામાં મદદ કરી. ફિલ્મો પ્રત્યે સત્યજીત રેનો લગાવ જોઈને રેનાયરે તેમને પૂછ્યું કે શું તમે ફિલ્મ મેકર બનવા ઈચ્છો છો. ત્યારે જ સત્યજીત રેએ પોતે લખીને રાખેલી ફિલ્મ પાથેર પાંચાલી વિશે વાત કરી.

Satyajit_Ray_

સત્યજીત રે પાસે ફિલ્મની આખી રૂપરેખા તૈયાર હતી. તેમની ઈચ્છા હતી કે ફિલ્મમાં એક્ટર્સ મેક અપ વગર દેખાય. વળી તેમની પાસે બજેટ પણ નહોતું એટલે મિત્રોને સિનેમેટોગ્રાફી, પ્રોડક્શન જેવી જવાબદારી સોંપી. ફિલ્મનું માળખું તો તૈયાર હતું, પરંતુ પ્રોડ્યુસર શોધવામાં મુશ્કેલી આવી. સ્કીપ્ટ તો ઘણા પ્રોડ્યુસરને ગમતી હતી, પરંતુ કોઈ પૈસા લગાવવા તૈયાર નહોતું. આવી સ્થિતિમાં સત્યજીત રેએ પત્નીના ઘરેણાં વેચ્યા, મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈને ફિલ્મમાં લગાવી દીધા. આખરે 1952માં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું.

આ ફિલ્મમાં એક સીન હતો, જ્યાં અપૂ અને તેની બહેન દુર્ગા ફૂલોના ખેતરમાં ટ્રેન શોધી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રેએ આ સીન માટે આખેઆખી ફિલ્મનું શૂટિંગ એક વર્ષ માટે અટકાવી રાખ્યું હતું. કારણ કે જ્યારે તેઓ ખેતરમાં શૂટિંગ કરવા પહોંચ્યા તો ખબર પડી કે પશુઓ આખું ખેત ખાલી કરી ચૂક્યા છે. આ જોઈને રે ચોંકી ગયા, પરંતુ ફિલ્મમાં સીન બદલવને બદલે તેમણે ખેતરમાં પાક ફરી ઉગે તેના માટે એક વર્ષની રાહ જોઈ.

satya

બધી જ મુશ્કેલીઓ બાદ ફિલ્મ બનીને તૈયાર થઈ. જો કે શરૂના બે સપ્તાહમાં ફિલ્મે ખાસ કમાણી નહોતી કરી. જો કે ત્રીજા અઠવાડિયે ફિલ્મે જબરજસ્ત કમાણી કરી. પાથેર પાંચાલી દ્વારા સત્યજીત રે ફિલ્મ જગતમાં છવાઈ ગયા. એટલે સુધી કે વિદેશના ફિલ્મ મેકર્સ પણ તેમના સ્ટોરી ટેલિંગના ફેન બની ગયા હતા. હોલીવુડના જાણીતા ફિલ્મ મેકરસ માર્ટિકન સ્કોરસિસ પણ સત્યજીત રે પથી ઈન્સપાયર હતા. પાથેર પાંચાલી જોયા બાદ તેમણે 1991ના ઓસ્કર એવોરડ્ દરમિયાન સત્યજીત રેને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવાની અપીલ કરી હતી. આખરે 192માં 64મા એકેડમી એવોર્ડઝમાં માનદ ઓસ્કર પુરસ્કારથી સત્યજીત રેને સન્માનિત કરાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ