બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

VTV / ભારત / Politics / અમિત શાહના ફેક વીડિયો મામલે એક્શન, ટ્વિટરે બંધ કર્યું કોંગ્રેસનું આ એકાઉન્ટ

લોકસભા ચૂંટણી 2024 / અમિત શાહના ફેક વીડિયો મામલે એક્શન, ટ્વિટરે બંધ કર્યું કોંગ્રેસનું આ એકાઉન્ટ

Last Updated: 08:26 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : ઝારખંડ કોંગ્રેસના X હેન્ડલ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 'ડીપ ફેક મોર્ફ્ડ વીડિયો' પોસ્ટ કરવામાં આવ્યા બાદ મોટી કાર્યવાહી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણ એમ છે કે, ઝારખંડ કોંગ્રેસના હેન્ડલ પર કાર્યવાહી કરીને Xએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. વિગતો મુજબ આ એક્સ હેન્ડલ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 'ડીપ ફેક મોર્ફ્ડ વીડિયો' પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી અને બાદમાં આ કાર્યવાહી કરાઇ હોવાનું સામે આવ્યું છે.

દિલ્હી પોલીસે મોકલ્યું સમન્સ

આ તરફ દિલ્હી પોલીસે ઝારખંડ કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલના પ્રમુખ ગજેન્દ્ર સિંહને સમન્સ અને નોટિસ મોકલી છે. ગજેન્દ્ર સિંહે કહ્યું કે, તાત્કાલિક નોટિસનો જવાબ આપવો મુશ્કેલ છે. તેમને 3 મેના રોજ સ્પેશિયલ IT સેલ સમક્ષ હાજર થવા માટે પણ કહેવામાં આવ્યું છે. પાર્ટી તેના કાયદાકીય સલાહકારો પાસેથી સલાહ લઈ રહી છે. તેમણે કહ્યું કે, ઝારખંડ કોંગ્રેસ પર વધી રહેલા દબાણને કારણે દિલ્હી પોલીસે Xને અમારું એકાઉન્ટ હોલ્ડ રાખવા કહ્યું.

પક્ષના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું કે. ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ ઠાકુરને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અશ્લીલ વીડિયોની તપાસના સંદર્ભમાં દિલ્હી પોલીસે 2 મેના રોજ સમન્સ મોકલ્યા છે. તેમણે કહ્યું કે, ઠાકુરને 28 એપ્રિલે સ્પેશિયલ સેલ દ્વારા નોંધવામાં આવેલી FIRના સંબંધમાં દિલ્હી પોલીસની ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) ઓફિસમાં તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે.

મને નોટિસ મોકલવી એ માત્ર અરાજકતા

ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું, મને મંગળવારે દિલ્હી પોલીસ તરફથી નોટિસ મળી હતી પરંતુ મને નોટિસ કેમ આપવામાં આવી તે મારી સમજની બહાર છે. આ અરાજકતા સિવાય બીજું કંઈ નથી. જો કોઈ ફરિયાદ હોય તો તેઓએ પહેલા મારા X એકાઉન્ટની સામગ્રીની ચકાસણી કરવી જોઈએ. ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે અને પ્રચારમાં મારી ભાગીદારી સમજી શકાય તેવી છે. આવી સ્થિતિમાં તેઓએ મારું લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ માંગ્યા છે. વસ્તુઓની ચકાસણી કર્યા વિના સમન્સ મોકલવું યોગ્ય નથી.

દિલ્હી પોલીસ ફેક વીડિયો કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. એવું સામે આવ્યું છે કે, દિલ્હી પોલીસ તેલંગાણાના સીએમને ફરીથી નોટિસ મોકલી શકે છે. પોલીસે તેલંગાણાના CMને નોટિસ મોકલીને તેમને 1 મેના રોજ દિલ્હી આવવા અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લાવવા કહ્યું હતું. બુધવારે તેલંગાણાના સીએમ દિલ્હી પોલીસ સમક્ષ હાજર થયા ન હતા પરંતુ તેમના વકીલો દ્વારા જવાબ મોકલ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં એફઆઈઆર નોંધ્યા બાદ દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં લગભગ 20 લોકોને તપાસમાં સામેલ થવા માટે નોટિસ મોકલી છે. કેટલાકને 1 મેના રોજ બોલાવવામાં આવ્યા હતા, હવે કેટલાકને એક-બે દિવસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

એડિટેડ વીડિયોનો મામલો ગરમાયો

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પ્રચાર વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોનો મુદ્દો વધુ ગરમાયો છે. મોટા પાયે તપાસ શરૂ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં ફેલાયો છે. એડિટેડ વીડિયોની તપાસ માટે દિલ્હી પોલીસની અલગ-અલગ ટીમોને ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને નાગાલેન્ડ મોકલવામાં આવી છે. પોલીસે નકલી વીડિયો કેસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પણ સમન્સ પાઠવ્યા છે. અમિત શાહનો ફેક વીડિયો જે સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો હતો તે અનામત સાથે સંબંધિત હતો. અમિત શાહે ગુવાહાટીના ફેક વીડિયોને લઈને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણા ફેલાવીને જનતામાં ભ્રમ ફેલાવવા માંગે છે.

વધુ વાંચો : PM મોદી ગુજરાતની મુલાકાતે: આજે પ્રચારનો બીજો દિવસ, એક જ દિવસમાં સંબોધશે 4 લોકસભા

અમિત શાહે શું કહ્યું?

ગૃહમંત્રી અમિત શાહે ગુવાહાટીમાં બીજેપી હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને ફેક વીડિયો અંગે માહિતી આપી. તેણે નકલી અને અસલી વીડિયો પણ બધાની સામે રજૂ કર્યા. શાહે કહ્યું કે મેં જે કહ્યું તેનું સંપૂર્ણ રેકોર્ડિંગ છે. કોંગ્રેસ મારો ખોટો વીડિયો ફેલાવીને જુઠ્ઠાણા અને ભ્રમ ફેલાવી રહી છે. અનામત અને બંધારણને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ