ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Jioની મોટી તૈયારી, 1600 સેટેલાઇટથી દેશના દૂર-દૂરના વિસ્તારોમાં પહોંચાડશે ઈન્ટરનેટ, Starlinkને સીધી ટક્કર આપવાની તૈયારી!

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / Jioની મોટી તૈયારી, 1600 સેટેલાઇટથી દેશના દૂર-દૂરના વિસ્તારોમાં પહોંચાડશે ઈન્ટરનેટ, Starlinkને સીધી ટક્કર આપવાની તૈયારી!

Last Updated: 04:27 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જીઓ દેશના દુર્ગમ વિસ્તારો સુધી ઈન્ટરનેટ પહોંચાડવા અંતરિક્ષમાં 1600 સેટેલાઈટ સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2027 થી ટેસ્ટિંગ શરૂ કરીને 2035 સુધીમાં પૂરૂં નેટવર્ક તૈયાર કરવાનો કંપનીનો પ્લાન છે.

1/5

photoStories-logo

1. Jioની મોટી તૈયારી, 1600 સેટેલાઇટથી દેશના દૂર-દૂરના વિસ્તારોમાં પહોંચાડશે ઈન્ટરનેટ, Starlinkને સીધી ટક્કર આપવાની તૈયારી!

ભારતીય ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ સર્જ્યા બાદ હવે રિલાયન્સ જીઓ (Jio) સેટેલાઈટ ઈન્ટરનેટની દુનિયામાં મોટો ધમાકો કરવા જઈ રહી છે. કંપની દેશના અતિ દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારો સુધી હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પહોંચાડવા માટે અંતરિક્ષમાં 1,600 થી વધુ સેટેલાઈટ મોકલવાની તૈયારી કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સેટેલાઈટ દ્વારા સીધું બ્રોડબેન્ડ ઈન્ટરનેટ

આ યોજના સફળ થતાં જ જ્યાં મોબાઈલ ટાવર ઊભા કરવા કે ફાઈબર કેબલ પથરાવવા અશક્ય છે, ત્યાં પણ સેટેલાઈટ દ્વારા સીધું બ્રોડબેન્ડ ઈન્ટરનેટ ઉપલબ્ધ બનશે. જીઓનું આ કદમ ઈલોન મસ્કની 'સ્ટારલિંક' અને એમેઝોનની 'લીઓ' જેવી વૈશ્વિક કંપનીઓને ભારતીય બજારમાં સીધી ટક્કર આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કેવી રીતે કામ કરશે જીઓનું સેટેલાઈટ નેટવર્ક?

અહેવાલો અનુસાર, જીઓ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા એટલે કે લો અર્થ ઓર્બિટ (LEO) માં આ સેટેલાઈટ્સ સ્થાપિત કરશે, જે પૃથ્વીથી લગભગ 650 કિલોમીટરની ઊંચાઈ પર ચક્કર લગાવશે. પહાડી વિસ્તારો, દૂરના ગામડાઓ અને દરિયાઈ વિસ્તારો કે જ્યાં અત્યાર સુધી ઈન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચી શકી નથી, ત્યાં જમીન પર કોઈ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા વગર સેટેલાઈટ ડિશ અને સિગ્નલ મારફતે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્શન પૂરું પાડવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. લોન્ચિંગ ટાઈમલાઈન અને ભવિષ્યની યોજના

જીઓ વર્ષ 2027 માં પ્રાથમિક તબક્કાના ટેસ્ટિંગ માટે પ્રથમ સેટેલાઈટ ફ્લાઈટ શરૂ કરી શકે છે. ત્યારબાદ વર્ષ 2028 ની શરૂઆતથી મોટા પાયે સેટેલાઈટ લોન્ચ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કંપનીનો રોડમેપ વર્ષ 2030 સુધીમાં 400 થી 500 સેટેલાઈટ અને વર્ષ 2035 સુધીમાં તમામ 1,600 સેટેલાઈટનું વિશાળ નેટવર્ક અંતરિક્ષમાં તૈયાર કરવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ઈન્ટરનેટ સ્પેસમાં ભારતનો દબદબો વધુ મજબૂત બનશે

સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ શરુ થવાથી દેશના ડિજિટલ ઈન્ડિયા મિશનને નવી ઉંચાઈ મળશે અને ઈન્ટરનેટ સ્પેસમાં ભારતનો દબદબો વધુ મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jio JioSatelliteInternet Starlink
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ