JioGigaFiberની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. બીજી કંપનીઓ પહેલાથી જ ફાઇબર લોન્ચ કરીને કસ્ટમર્સને સર્વિસ આપી રહી છે. ACT ફાઇબર નેટ, Excitel અને બીજી કંપનીઓ ફાઇબર સર્વિસ લોન્ચ કરી ચૂકી છે. Reliance Jioએ ડેન નેટવર્ક્સના વધારે શૅયર્સ રાખ્યા છે, જેથી કંટ્રોલ રાખવા માટે Jio પાસે વધારે સ્ટોક્સ હોવા જોઇએ. રિપોર્ટ્સ અનુસાર, હવે ડેન નેટવર્ક્સમાં Reliance Jioના 66.57% સ્ટેક છે.
JioGigaFiber બ્રોડબેન્ડના પ્લાન Reliance Jioએ પહેલી વખત જારી કરી દીધા છે.Reliance Jio સિમની જેમ જ આ સાથે પણ પ્રીવ્યૂ ઑફર આપી છે. ઑફર હેઠળ યૂઝર્સને 100GB ડેટા મળશે જ્યારે તેની સ્પીડ 100Mbps હશે. જેની વેલિડિટી 3 મહિનાની હશે.
આ ઑફર હેઠળ કસ્ટમર્સે 4500 રૂપિયા આપવાના રહેશે જે રિફન્ડેબલ હશે. ઇન્સ્ટૉલેશન ચાર્જ નહી લાગે. જોકે GigaFiberના માટે ઘરમાં GigaTV રાઉટર લગાવવામાં આવશે, આ માટે કંપની રૂપિયા લેશે. જો તમારે કનેક્શન હટાવુ છે તો રાઉટર પરત કરવા પર પૈસા પાછા મળી જશે.
જોકે હાલમાં કોઇ તારીખ નક્કી થઇ નથી જ્યારે JioGigaFiber સામાન્ય લોકોને મળવાનું શરૂ થશે. કંપનીએ સ્પષ્ટ કર્યુ કે, શરૂઆતમાં 1100 શહેરોમાં આ સર્વિસ આપવી પડશે. આ માટે સૌથી પહેલા રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવી ચૂક્યુ છે. જે જગ્યા પરથી સૌથી વધારે રજિસ્ટ્રેશન કરવામાં આવશે ત્યાં સૌથી વધારે સર્વિસ મળશે.
ઉલ્લેખનીય છે કે, Jio GigaFiber પહેલાથી કેટલાક શહેરોમાં ટેસ્ટિંગ તરીકે ચલાવવામાં આવી રહ્યુ છે, જેમાં દિલ્હી અને મુંબઇના કેટલાક વિસ્તારો છે જ્યાં 6-7 મહિનાથી તેની ટેસ્ટિંગ ચાલી રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, હાલમાં કંપની Jio GigaFiber સર્વિસ માટે RFS એટલે કે રેડી ફોર સેલ પર કામ કરી રહી છે. આ હેઠળ જિયોની ઑફિશ્યલ સોસાઇટીની ઓળખ કરી રહ્યા છે જ્યાની મેનેજમેન્ટ ઓથિરીટિઝ પાસે જઇ રહ્યા છે. જોકે Jio GigaFiber માટે સોસાયટી કે ઘર પર કેબલ પહોંચી શકાય છે અને અંડરગ્રાઉન્ડ પણ હોઇ શકે છે. સામાન્ય રીતે ઓછી સોસાયટી આ માટે પરવાનગી આપી છે. આ માટે જિયો સિમની હેઠળ JioGigaFiber એક દિવસમાં દેશભરમાં શરૂ નહી કરી શકાય. આ માટે સમય લાગશે અને તેણે તબક્કામાં શરૂ કરવામાં આવશે.