બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ITR ફાઈલ કરી દીધું છતાં હજી નથી મળ્યું રિફંડ? ફટાફટ કરો આ કામ, તરત પૈસા આવી જશે
6 ફોટો ગેલેરી
Last Updated: 06:28 PM, 22 August 2026
1/6
એસેસમેન્ટ ઈયર 2026-27 માટે ઈન્કમ ટૅક્સ રિટર્ન (ITR) ભર્યા પછી ઘણા લોકોના ખાતામાં રિફંડનાં પૈસા આવી ગયા છે. પરંતુ અમુક ટૅક્સપેયર્સ હજુ પણ પોતાના એકાઉન્ટમાં ઈન્કમ ટૅક્સ રિફંડની રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ ITR ફાઈલ કર્યું હોય અને રિફંડ હજુ સુધી ન આવ્યું હોય તો ગભરાવાની જરૂર નથી. ફાઈલિંગ વખતે કોઈ ભૂલ થઈ હોય અથવા ઈ-વેરિફિકેશન ન થયું હોય તેવી શક્યતા છે. રિફંડ અટકવાનું મૂળ કારણ શું હોઈ શકે છે અને તમારા ખાતામાં પૈસા કેમ નથી આવી રહ્યા તે જાણવું જરૂરી છે. ચાલો જાણીએ કે ITR રિફંડ અટકવાનાં સંભવિત કારણો શું છે અને તેને વહેલું મેળવવા માટે શું કરવું જોઈએ.
2/6
3/6
ઈન્કમ ટૅક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લૉગિન કરો. e-File મેનૂમાં જઈને Income Tax Returns પર ક્લિક કરો. View Filed Returnsનો વિકલ્પ પસંદ કરો. Assessment Year 2026-27 પસંદ કરીને View Details પર ક્લિક કરો. ત્યારબાદ સ્ક્રીન પર રિટર્નની પ્રોસેસિંગ અને ટૅક્સ રિફંડનો સ્ટેટસ દેખાશે.
4/6
રિફંડ અટકવાનું સૌથી મોટું કારણ ખોટી બૅન્ક ડીટેલ હોઈ શકે છે. ITRમાં આપેલો એકાઉન્ટ નંબર અને IFSC કોડ સાચો છે કે નહીં તે વેરીફાઈ કરી લો. જે ખાતામાં રિફંડ લેવાનું છે તે એક્ટીવ હોવું જોઈએ અને પહેલેથી વેલિડેટેડ હોવું જરૂરી છે. PAN અને બૅન્ક ખાતામાં નોંધાયેલું નામ અલગ હોય તો પણ મુશ્કેલી આવી શકે છે. જો તમારું PAN ઇનએક્ટીવ હોય, બૅન્ક એકાઉન્ટ બંધ, ફ્રીઝ કે લાંબા સમયથી વપરાશમાં ન હોય તો પણ રિફંડ અટકી શકે છે.
5/6
માત્ર ITR ભરી દેવાથી રિફંડ આવતો નથી. ફાઈલિંગ પછી ઈ-વેરિફિકેશન કરવું પણ જરૂરી છે. જો રિટર્નનું વેરિફિકેશન ન થયું હોય તો રિફંડ આગળ પ્રોસેસ નહીં થાય. તેથી એક વાર ચેક કરી લો કે તમારું ITR યોગ્ય રીતે વેરિફાઈ થયું છે કે નહીં. જો તમારા ITRમાં આપેલી માહિતી અને ટૅક્સ વિભાગ પાસેની TDS કે બીજી આવકની માહિતીમાં મેળ ન ખાતો હોય તો રિફંડમાં વિલંબ થઈ શકે છે. આવા કિસ્સામાં AIS ચેક કરો. ફાઈલિંગ દરમિયાન કોઈ ભૂલ થઈ હોય તો રિવાઈઝ્ડ ITR ભરીને તે સુધારી શકાય છે.
6/6
જો ITR પ્રોસેસ થઈ ગયું હોય અને રિફંડ પણ ઈશ્યુ થયો હોય પણ પૈસા ખાતામાં ન આવ્યા હોય તો પોર્ટલ પર રિફંડ ફરીથી ઈશ્યુ કરવાની રીક્વેસ્ટ પણ કરી શકાય છે. જો 31 જુલાઈની ITR ભરવાની લાસ્ટ ડેટ ચૂકી ગઈ હોય તો પણ ટૅક્સપેયર્સ 31 ડિસેમ્બર 2026 સુધી બિલેટેડ ITR ભરીને પોતાનો રિફંડ ક્લેમ કરી શકે છે. જોકે વિલંબથી ભરવા પર દંડ ભરવો પડશે. જો તમારો ઈન્કમ ટૅક્સ રિફંડ ન આવ્યો હોય તો સૌથી પહેલાં સ્ટેટસ, બૅન્ક ડીટેલ, PAN અને ITR વેરિફિકેશન કરી લો. ઘણી વાર નાની ભૂલ સુધાર્યા બાદ અટકેલ રિફંડ પ્રોસેસ થઈ જાય છે અને પૈસા ખાતામાં આવી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ