ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / is your house making you sick?

સ્વાસ્થ્ય / તમારુ ઘર તમને બિમાર નથી કરી રહ્યુ ને?

Published By: vtvAdmin

Last Updated: 05:23 PM, 3 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયના પર્યાવરણ શાસ્ત્રી અને બાયોલોજિસ્ટ નિકોલ બિલ્સમ ઘરની સ્વચ્છતાના નિષ્ણાત છે. તેઓ દ્રઢ પણે માને છે કે ઘરવપરાશના ઘણા ઉત્પાદનો તથા આપણી ટેવો આરોગ્યને ભયંકર નુકશાન કરી શકે છે.

ADVERTISEMENT

કેન્સર નોતરે છે, હોર્મોનમાં વિક્ષેપ ઉભો કરે છે અને આઇક્યુ ઘટાડે છે. તો એવી કઇ વસ્તુઓ છે આપણા ઘરમાં જેનું ધ્યાન રાખવું જોઇએ.

ફિલ્ટર્ડ વોટર
આપણા પાણીપુરવઠાને જંતુમુક્ત રાખવા તેમાં ક્લોરિન ઉમેરવામાં આવે છે. તે પેટ માટે જોખમી પુરવાર થાય છે.

એન્ટિબેક્ટેરિયલ સાબુ
તે અંતસ્ત્રાવી ગ્રંથિ માટે વિક્ષેપ ઉભો કરે છે અને સાબુમા મળી આવતુ રસાયણ ટ્રાઇકલોઝન બાળકોને એલર્જી થવાની શક્યતા વધારી
દે છે.

સોફ્ટટોય્ઝ
નિકોલના દાવા મુજબ સોફ્ટ ટોય્ઝનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો જોઇએ. તેનાથી અતિસુક્ષ્મ જંતુઓનું પ્રમાણ સહેલાઇથી ઘટશે. જો આ ટોય્ઝને ગરમ પાણીમાં સહેલાઇથી ધોઇ શકાતા ન હોય તો જંતુ વધતા જશે.

શુઝ
તેના કારણે ઘરમાં ઘણી ધુળ થાય છે. તેથી તેને દરવાજા પર જ મુકી દેવા જોઇએ. ઘરની આસપાસ ફરવા માટે સસ્તા સેન્ડલ વાપરવા જોઇએ.

દિવાલ પરનો પેઇન્ટ
તમારા ઘરના પેઇન્ટમાં સીસાનું પ્રમાણ વધુ હશે તો એનિમિયા, શીખવાનો તેમજ બિહેવિયરલ પ્રોબલેમ થઇ શકે છે. ઘરમા નિયમિત સાફ સફાઇ થતી ન હોય તો ધુળ અને રજકણનું પ્રમાણ વધતા શરદી કે અસ્થમા પણ થઇ શકે છે.

બેડરૂમમા ગાદલાની સ્વચ્છતા
નિકોલ કહે છે કે બેડરુમમાં ગાદલાની સ્વચ્છતા મહત્ત્વની બની રહે છે. ગાદલાને વર્ષમાં ત્રણ વાર સુર્યના તાપમાં તપવવા જોઇએ. વળી 10 વર્ષે ગાદલુ બદલતા રહેવું જોઇએ. રાત્રે શરીરમાંથી નીકળતો પરસેવો તેની અંદર ભરાય છે અને આ કારણે સુક્ષ્મ જંતુઓ વધે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health lifestyle ઘર ઘરની સ્વસ્છતા Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ