ટ્રેનમાં વેઈટિંગ ટિકિટનું હવે ટેન્શન નહીં રહે કેમ કે હવે એક સારો વિકલ્પ છે. જે લોકો વારંવાર ટ્રેનમાં સફર કરે છે એમને એ તકલીફ તો ખબર જ હશે. યાત્રાની તારીખ નજીક આવી જાય પણ ટિકિટ હજુ વેઈટિંગમાં જ હોય. ત્યારે મનમાં એક જ વિચાર આવે કે "આ વખતે પણ RAC કે વેઈટિંગ જ રહી જશે? તો" આ સમસ્યાને સમજીને ભારતીય રેલ્વે અને IRCTC એ એક સ્કીમ લાવ્યા છ. જેનું નામ છે વિકલ્પ સ્કીમ (Vikalp Scheme). જેમાં તમારી પહેલી ટ્રેનમાં સીટ ન મળે તો એ જ રૂટની બીજી ટ્રેનમાં સીટ મેળવવાનો ચાન્સ મળે છે!
- શું છે IRCTC વિકલ્પ સ્કીમ?
આ સ્કીમ ખાસ વેઈટિંગ વાળા પેસેન્જર્સ માટે છે. જો તમારી બુક કરેલી ટ્રેનમાં સીટ કન્ફર્મ ન થાય તો રેલ્વે તમને એ જ રૂટ પર ચાલતી બીજી ટ્રેનમાં સીટ આપવાનો પ્રયાસ કરે છે. જેમાં સારી વાત એ છે કે તેમાં તમારે એક્સ્ટ્રા પૈસા આપવાના જ નથી. તમારે માત્ર ઓરિજિનલ ટિકિટનું જ ભાડું ભરવાનું છે. જેમાં કોઈ વધારાનું ચાર્જ નથી!
- કેવી રીતે કરવી અરજી
- IRCTC વેબસાઈટ કે એપમાં લોગિન કરો.
- ડેટ સ્ટેશન અને ક્લાસ પસંદ કરીને ટ્રેન સર્ચ કરો.
- પેસેન્જરની ડિટેઈલ્સ ભરીને ટિકિટ બુક કરો.
- જો ટિકિટ વેઈટિંગમાં આવે તો Vikalp Scheme નો ઓપ્શન સિલેક્ટ કરો.
- તમને એ જ રૂટની બીજી ટ્રેનોની લિસ્ટ દેખાશે. તમને જે અનુકૂળ હોય એ પસંદ કરી લો.
- એક જ રૂટ પર અનેક ટ્રેનોમાં સીટ મળવાનો મોકો મળે છે.
- વેઈટિંગ હોવા છતાં કન્ફર્મેશનની આશા વધી જાય છે.
- છેલ્લી ઘડીએ નવી ટિકિટ શોધવાની કે કેન્સલ કરવાની માથાકૂટ નથી.
- કોઈ વધારાનું પૈસા નહીં બસ બેઝીક ભાડું જ
- મહત્વના નિયમો
આ સુવિધા માત્ર વેઈટિંગ ટિકિટ વાળા પેસેન્જર્સને જ મળે છે. જેમાં ચાર્ટ તૈયાર થયા પછી જ સીટ ટ્રાન્સફર થાય છે. એક PNRમાં બધા પેસેન્જર્સને સાથે જ બીજી ટ્રેનમાં સીટ મળશે અથવા પછી કોઈને નહીં. જો બીજી ટ્રેનમાં સીટ મળી જાય તો પહેલી ટ્રેનમાં જવાનહીં મળે. વિકલ્પ પસંદ કરવો મતલબ એ નથી કે 100% ગેરંટી મળી પણ ચાન્સ વધે છે.
- છેલ્લી સલાહ
ચાર્ટ બન્યા બાદ તમારો PNR સ્ટેટસ વારંવાર ચેક કરતા રહેજો. જો સીટ મળી જાય તો નવી ટ્રેનમાં જ સફર કરવી. ટિકિટ કેન્સલ કરવી હોય તો રેલ્વેના નિયમ પ્રમાણે ચાર્જ લાગી શકે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ