બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શૌચાલયમાં દેખાય આ 3 સંકેત તો હોય છે કેન્સરનું જોખમ, અવોઇડ ન કરવી આ બાબત
Last Updated: 12:12 AM, 24 July 2026
પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર આજકાલ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જેમાં સૌથી મોટી સમસ્યા એ છે કે શરૂઆતના તબક્કામાં તે બિલકુલ સંકેત આપતું નથી. જેમાં કોઈ દુખાવો નહીં, કોઈ તકલીફ થતી નથી. ઘણા પુરુષો પેશાબમાં આવતી સમસ્યાઓને ઉંમર વધવાની કે સામાન્ય પ્રોસ્ટેટ વૃદ્ધિ (BPH) સાથે જોડીને અવોઇડ કરી દે છે. પરંતુ એક્સપર્ટ કહે છે કે જો આ લક્ષણો સતત રહે તો તે ખતરાની ઘંટી હોય છે.
ADVERTISEMENT
આ અંગે એક્સપર્ટનું કહેવું છે કે, “લોકોની સૌથી મોટી ગેરસમજ એ છે કે પ્રોસ્ટેટ કેન્સરના શરૂઆતના તબક્કામાં લક્ષણો સ્પષ્ટ દેખાય છે. પણ ઘણા દર્દી તો પૂરેપૂરા સ્વસ્થ ફિલ કરે છે. પરંતુ જે લોકો અવેર હોય છે તેઓ સમયસર તપાસ કરાવીને બચી જાય છે.
ADVERTISEMENT
50 વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં આ કેન્સરનું જોખમ ખૂબ વધી જાય છે. પેશાબની સમસ્યાઓ હંમેશા કેન્સરનું જ સંકેત નથી હોતી પરંતુ તેને અવોઇડ કરવું જોખમી છે. એક્સપર્ટ કહે છે કે ઘણા પુરુષો “ઉંમર વધી ગઈ છે” એમ માનીને ડોક્ટર પાસે જતા જ નથી. અને પરિણામે બીમારી આગળ વધી જાય છે.
ADVERTISEMENT
રાત્રે વારંવાર પેશાબ આવવો : જો રાત્રે પેશાબ માટે 2-3 વાર ઊઠવું પડે કે અચાનક પેશાબની સંખ્યા વધી જાય તો તેને હળવાશથી ન લેવું.
પેશાબમાં તકલીફ : પેશાબની ધાર પાતળી પડી જાય, પેશાબ શરૂ કરવામાં મુશ્કેલી પડે, જોર લગાવવું પડે કે પેશાબ પૂરો ન થયો હોય એવું લાગે તો તપાસ કરાવવી જરૂરી છે.
ADVERTISEMENT
લોહી આવવું: પેશાબ અથવા વીર્યમાં લોહી આવવું એ ખતરાની ઘંટી છે. જો એક વાર પણ આવું થાય તો તરત ડોક્ટર પાસે જાઓ.
બીજા સંકેતો: કમર, કુલ્હા કે પેલ્વિસમાં સતત દુખાવો અને કારણ વગર વજન ઘટવું કે સતત થાક લાગવો એ પણ ખતરાની ઘંટી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
50 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને જેમના પરિવારમાં પિતા કે ભાઈને પ્રોસ્ટેટ કેન્સર થયું હોય તેમને નિયમિત તપાસ કરાવવી જોઈએ. ભલે તમને કોઈ લક્ષણ ન હોય. જો પ્રોસ્ટેટ કેન્સરની શરૂઆતમાં જ ખબર પડી જાય તો તેનો ઇલાજ સંપૂર્ણરીતે સફળ થઈ શકે છે.
(Disclaimer :આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.