બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વરસાદમાં પાણી ઘરમાં ભરાઈ જાય તો કરો આ 5 કામ, નહીં થાય નુકશાન

તમારા કામનું / વરસાદમાં પાણી ઘરમાં ભરાઈ જાય તો કરો આ 5 કામ, નહીં થાય નુકશાન

Published By: Nirav Kumar

Last Updated: 09:34 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદમાં ઘરમાં પાણી ભરાઈ જાય તો ગભરાવાને બદલે તરત પાણી બહાર કાઢવું, સીલિંગ કરવું અને ફર્નિચર-દીવાલોને ભેજથી બચાવવું જરૂરી છે. જેમાં નીચે જણાવેલ સરળ ઉપાયથી મોટા નુકસાનથી બચી શકાય છે.

મોનસૂનનો જોરદાર વરસાદ ગરમીમાંથી રાહત તો આપે છે પણ સાથે મોટી મુસીબત પણ લાવે છે. જેમાં અમુક વાર સતત વરસાદથી ઘણી જગ્યાએ પાણી ભરાઈ જાય છે અને ઘરની અંદર સુધી પાણી પહોંચી જાય છે. જેનાથી ફર્શ, દીવાલો, લાકડાનું ફર્નિચર, ઈલેક્ટ્રોનિક્સ અને ઘરની બીજી વસ્તુઓ ખરાબ થવાનો ખતરો ઊભો થાય છે. આ સિવાય લાંબા સમય સુધી ભેજ રહેવાથી સીલન, ફૂગ અને દુર્ગંધ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.

આવી સ્થિતિમાં ઘણા લોકો ગભરાઈ જાય છે પણ ગભરાવાને બદલે તરત સમજદારીપૂર્વક પગલાં લેવા જોઈએ. જો સમયસર થોડા સરળ ઉપાય કરવામાં આવે તો મોટા નુકસાનથી બચી શકાય છે. જો તમારા ઘરમાં પણ પાણી ભરાઈ ગયું હોય તો નીચે મુજબના 5 મહત્વના કામ તરત કરી લો.

  • પાણીને બહાર કાઢવાનો બનાવો રસ્તો

ઘરમાં પાણી ભરાયા બાદ સૌથી પહેલું કામ એ છે કે તેને જલદી બહાર કાઢવું જોઈએ. ઘરની આસપાસની નાળીઓ અને પાણી વહેવાના રસ્તા સાફ કરો. જો નાળી બંધ હોય તો તરત સાફ કરાવો. જ્યાં શક્ય હોય ત્યાં પાણી વહેવા માટે નાનો માર્ગ બનાવી દો જેથી પાણી એક જગ્યાએ ભેગું ન થાય.

  • બારી બારણાઓમાંથી પાણી અંદર આવતું અટકાવો

જો વરસાદનું પાણી બારણા કે બારીના કિનારેથી અંદર આવતું હોય તો તેને સારી રીતે સીલ કરી દો. જેમાં રબર સ્ટ્રીપ, સિલિકોન સીલેન્ટ કે મેટલ સ્ટ્રીપનો ઉપયોગ કરી શકો છો. આથી પાણીનો ઘસારો ઘટશે અને બહારની ભેજ પણ અંદર ઓછો આવશે.

  • ફર્શને પાણીથી બચાવો

જો ઘરમાં વરસાદનું પાણી ભરાય હોય તો ફર્શ પર વોટરપ્રૂફ કોટિંગ કે સીલેન્ટ લગાવડાવો. જ્યાં વધારે પાણી આવે ત્યાં પાણી શોષી લેતા મેટ વિસાવો. આથી ફર્શ ઓછું લપશાસે અને જલદી સુકાઈ જશે.

  • ફર્નિચરને દીવાલથી થોડું દૂર કરો

જો વરસાદમાં દીવાલો ભીની થતી હોય તો ફર્નિચરને દીવાલથી અડાડીને ન રાખો.તેની વચ્ચે થોડું અંતર રાખો જેથી ભેજ સીધો ફર્નિચર સુધી ન પહોંચે. જરૂર પડે તો ફર્નિચર નીચે નાના સ્ટેન્ડ કે પેડ મૂકો. વોટરપ્રૂફ કવર પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

વધુ વાંચો : ચોમાસામાં ચલાવો છો કાર? ડ્રાઈવિંગ વખતે આ બાબતોનું રાખો ધ્યાન

  • દીવાલોને ભેજ અને સીલન્ટથી બચાવો

દીવાલો પર વોટરપ્રૂફ પેઈન્ટ કે સીલેન્ટ લગાવડાવો. જો ક્યાંકથી પાણી ટપકતું હોય તો તરત રીપેર કરાવો. રૂમમાં હવાની સારી વ્યવસ્થા રાખો જેથી દીવાલો જલદી સુકાઈ જાય. આથી ફૂગ અને દુર્ગંધની સમસ્યા પણ ઘટશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain rainwater Waterlogging

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ