બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PF એકાઉન્ટ હોય તો તમને પણ મળી શકે છે 7 લાખનું વીમા કવર, કંપની ભરે છે પ્રીમિયમ

કામની વાત / PF એકાઉન્ટ હોય તો તમને પણ મળી શકે છે 7 લાખનું વીમા કવર, કંપની ભરે છે પ્રીમિયમ

Published By: Nirav Kumar

Last Updated: 07:06 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPF ખાતાધારકોને કંપની તરફથી 7 લાખ રૂપિયા સુધીનો ફ્રી જીવન વીમો મળે છે. જેના માટે તમારા પગારમાંથી એક પૈસો પણ કપાતો નથી. જેમાં અચાનક મૃત્યુની સ્થિતિમાં પરિવારને આર્થિક સુરક્ષા મળે તે માટે આ ખૂબ જ શાનદાર સ્કીમ છે

નોકરી કરતા કરોડો લોકો માટે EPF (એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ) એટલે માત્ર રિટર્નમેન્ટ બાદ મળતી રકમ કે પેન્શન જ નથી આ એકાઉન્ટ સાથે એક એવી શાનદાર સુવિધા જોડાયેલી છે જેની અનેક કર્મચારીઓને ખબર પણ નથી. આ સુવિધા છે 7 લાખ રૂપિયા સુધીનો ફ્રી જીવન વીમો મળે છે. જો તમે EPFના સભ્ય હોવ તો તમે ઓટોમેટિક EDLI સ્કીમ (Employees’ Deposit Linked Insurance) માં કવર થઈ જાઓ છો. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારા પગારમાંથી એક પણ રૂપિયો કપાતો નથી. જેમાં સમગ્ર પ્રીમિયમ તમારી કંપની ભરે છે.

  • શું છે EDLI સ્કીમ ?

EDLI એ EPFO દ્વારા તેના તમામ સભ્યોને આપવામાં આવતી જીવન વીમા યોજના છે. આ EPF અને EPS (પેન્શન) બાદ ત્રીજો મોટો લાભ છે. જ્યાં સુધી તમારું EPF એકાઉન્ટ એક્ટિવ છે ત્યાં સુધી તમે આ વીમા કવર હેઠળ ગણાવ છો. જેમાં કંપની તમારા પગાર (બેઝિક + DA)ના 0.5% જેટલી રકમ દર મહિને આ સ્કીમમાં જમા કરે છે. તમારા પગારમાંથી કંઈ કપાતું નથી. એટલે કે આ તમારા માટે 100% ફ્રી છે.

  • ક્યારે અને કેટલી રકમ મળે?

જો કોઈ કર્મચારી નોકરી દરમિયાન (ઓફિસમાં, ઘરે કે રજા પર) અવસાન પામે તો તેના પરિવાર કે નોમિનીને આ વીમાની રકમ મળે છે. જેમાં મિનિમમ રકમ 2.5 લાખ રૂપિયા છે અને મેક્સિમમ રકમ 7 લાખ રૂપિયા છે. આ રકમ તમારા છેલ્લા 12 મહિનાના એવરેજ પગાર અને PF બેલેન્સ પર બેસ્ડ હોય છે. જેમાં સ્થાયી હોય કે કોન્ટ્રાક્ટ પર જો PF કપાતું હોય તો તમે આ સ્કીમના લાભાર્થી ગણાવ છો.

  • 7 લાખની રકમ આ રીતે કેલક્યુલેટ થાય

7 લાખની રકમની ગણતરી (છેલ્લા 12 મહિનાનો એવરેજ પગાર × 35) + (PF બેલેન્સના 50%) પગારની મેક્સિમમ લિમિટ 15,000 રૂપિયા. જેમાં PF બેલેન્સની મેક્સિમમ લિમિટ 1.75 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

વધુ વાંચો : ચોમાસામાં તમારી ટ્રેન કેન્સલ છે કે નહીં? આ રીતે ચેક કરો તમારું સ્ટેટસ

આ રીતે મેક્સિમમ 5.25 લાખ રૂપિયા + 1.75 લાખ રૂપિયા = 7 લાખ રૂપિયા સુધી મળી શકે છે. જેમાં કંપની જો સમયસર કન્ટ્રિબ્યુશન ના કરે તો તેના પર 1% પ્રતિ મહિને દંડ લાગે છે. આ દંડ કંપનીએ પોતાની તિજોરીમાંથી ભરવાનો હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EDLI Insurance EPFO

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ