બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વરસાદમાં કારના કાચ પર જામી જાય છે ધુમ્મસ? જાણો હીટર ચલાવવું જોઈએ કે AC
Last Updated: 05:18 PM, 23 July 2026
દેશના અનેક વિસ્તારોમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે લોકોને ભીષણ ગરમીમાંથી રાહત તો મળી છે, પરંતુ વાહનચાલકો માટે રસ્તા પર કાર ચલાવવી અતિ મુશ્કેલ બની ગઈ છે. આ મોસમમાં કારચાલકો સૌથી વધુ ઓછી વિઝિબિલિટીની સમસ્યાનો સામનો કરે છે. વરસાદમાં રસ્તા પર સામેનું સ્પષ્ટ ન દેખાવાને કારણે અકસ્માત થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. ભેજને કારણે કારના કાચ પર ધુમ્મસ જામી જાય છે, જેનાથી ડ્રાઇવિંગ કરતી વખતે સામેનું કંઈ જ દેખાતું નથી. જોકે, આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે દરેક કારમાં જ એક ખાસ ફંક્શન આપેલું હોય છે, જેનો યોગ્ય ઉપયોગ કરીને આ સમસ્યાનો 100% ઉકેલ લાવી શકાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વરસાદની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. સતત વરસાદને કારણે કારની બહારનું તાપમાન ઘટી જાય છે, પરંતુ કારની અંદરનું તાપમાન પ્રમાણમાં ગરમ રહે છે. કારની અંદર રહેલી ભેજયુક્ત ગરમ હવા જ્યારે ઠંડી વિન્ડસ્ક્રીન સાથે અથડાય છે, ત્યારે તે ઠંડી થઈને પાણીના અતિ સૂક્ષ્મ ટીપાંમાં ફેરવાઈ જાય છે. આ જ ભેજ ધુમ્મસ બનીને કાચ પર જામવા લાગે છે અને દ્રશ્યતા શૂન્ય થઈ જાય છે.

ADVERTISEMENT
ઘણા વાહનચાલકો અજ્ઞાનતાના કારણે કાચ પરથી ફોગ હટાવવા માટે કારનું હીટર ચાલુ કરી દે છે. પરંતુ વરસાદમાં કારની અંદર હીટર ચલાવવાથી અંદરની ગરમી અને ભેજ બંને વધવા લાગશે. પરિણામે ધુમ્મસ હટવાને બદલે કાચ પર વધુ ઘાટી બની જશે. તેથી, વરસાદમાં કાચ પર જ્યારે પણ ફોગ જામે ત્યારે હીટર નહીં પરંતુ AC ચલાવવું જોઈએ. તમે AC ને મિડિયમ કૂલિંગ ટેમ્પરેચર (સામાન્ય ઠંડક) પર ચલાવી શકો છો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પેપર લીક કરનારાઓ હવે નહીં બચે! PM મોદીએ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત, ઝડપથી મળશે કડક સજા
ADVERTISEMENT
AC ઓન કરો: વિન્ડસ્ક્રીન પર ધુમ્મસ જામતાં જ કારનું AC ચાલુ કરી દો.
ફ્રેશ એર મોડ (Fresh Air Mode): AC ના ફંક્શનમાં 'રિસરક્યુલેશન મોડ' બંધ કરીને 'ફ્રેશ એર મોડ' ઓન કરો.
ADVERTISEMENT
તાપમાન સરખું થશે: ફ્રેશ એર મોડ ચાલુ કરવાથી બહારની હવા કારની અંદર આવશે, જેનાથી કારની અંદર અને બહારનું તાપમાન સમાન થઈ જશે.
કાચ ક્લિયર થશે: તાપમાન સરખું થતાં જ કાચ પર જામેલું ધુમ્મસ મિનિટોમાં ગાયબ થઈ જશે અને તમને સામેનું બિલકુલ સ્પષ્ટ દેખાવા લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.