બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Nubia NaviX Ultra લોન્ચ, બોલો અને ચુટકીમાં કામ પતાવો,7100mAh બેટરીથી સજ્જ
Last Updated: 08:20 PM, 23 July 2026
નુબિયાએ ચાઈનામાં NaviX Ultra નામનો એક ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે વિશ્વનો પહેલો ઓન-ફોન AI Agent ફોન કહેવાઈ રહ્યો છે. આ ફોન એટલો સ્માર્ટ છે કે તમે સામાન્ય ભાષામાં વાત કરો કે ટેક્સ્ટ કમાન્ડ આપો તે અસલ દુનિયાના કામો ચુટકીમાં પૂરા કરી દે છે. જેમાં અનેક સ્ટેપવાળા કામો પણ એક જ કમાન્ડથી થઈ જાય છે.આ કંપની હવે આને મોટા પાયે વેચવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT
આ ફોનને પહેલી વાર 2026 વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સમાં બતાવવામાં આવ્યો હતો. પણ હજુ સુધી કંપનીએ ઓથેન્ટિક સ્પેસિફિકેશન્સ જાહેર નથી કર્યા પરંતુ એક પોપ્યુલર ટિપસ્ટરે Weibo પર ફોનની મુખ્ય ડીટેલ લીક કરી દીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફોનની સાઇડમાં એક સ્પેશિયલ ઓરેન્જ AI બટન પણ છે. આ બટન નેચરલ લેંગ્વેજ સમજે છે, કન્ટેક્સ્ટ યાદ રાખે છે, ડેટા સુરક્ષિત રાખે અને સ્ક્રીન પરના કન્ટેન્ટને સમજીને સીધા એપ્સ સાથે કામ કરી શકે છે. જેમાં તમે એક જ કમાન્ડથી અનેક કામો પતાવી શકશો. નુબિયા આ ફોનને જલદી મોટા પાયે માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી રહી છે પરંતુ ઓફોશીયલ લોન્ચ ડેટ હજુ જાહેર થઈ નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.