બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / બેંકો AI અટેકના જોખમો સામે અલર્ટ, 25 કંપનીઓ સાથે મળીને બનાવશે મજબૂત ઢાલ
Last Updated: 11:09 PM, 23 July 2026
ભારતના બેંકિંગ સેક્ટરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા જોખમોને ગંભીરતાથી લીધા છે. જેમાં જાણકારોના કહેવા પ્રમાણે ભારતની બેંકોએ 25 મુખ્ય ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs)ને ઓળખી કાઢ્યા છે જેમના ડિવાઈઝ અને એપ્લિકેશન્સ આખા દેશમાં મોટા પાયે વપરાય છે. આ પગલું RBI દ્વારા AI સંબંધિત સાયબર રિસ્કને ફાઇનાન્શિયલ સેક્ટર માટે સૌથી મોટું સિસ્ટેમેટિક રિસ્ક જાહેર કર્યા બાદ લેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
હવે આ અંગે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની લીડરશિપમાં એક વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રી, RBI, NPCI, CERT-In અને 9 મોટી બેંકો સામેલ છે. આ ગ્રુપ એક મજબૂત ફ્રેમવર્ક તૈયાર કરી રહ્યું છે જેથી બેંકો પોતાની અંદરની કમજોરીઓને ઓળખી શકે અને સાયબર અટેક સામે મજબૂત ડીફેન્સ સીસ્ટમ ઊભી કરી શકશે.
ADVERTISEMENT
બેંકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ પોતાના નેટવર્કના અટેક સર્ફેસને ઘટાડે અને ડિફેન્સિવ AI એજન્ટ્સ તૈનાત કરે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ બેંકિંગ મેનેજમેન્ટના એક વર્કિંગ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે, બેંકોના ઇન્ટરનલ કંટ્રોલ મજબૂત હોય તો પણ કોઈ કમજોર વેન્ડર, ફિનટેક પાર્ટનર કે ક્લાઉડ પ્રોવાઇડર દ્વારા જોખમ વધી શકે છે.
ADVERTISEMENT
આ વર્કિંગ પેપર મુજબ ઘણી વખત બેંકોને ખબર પણ નથી હોતી કે તેમના પ્રોડક્ટ્સમાં કઈ ઓપન સોર્સ લાઇબ્રેરી, AI જનરેટેડ કોડ કે થર્ડ-પાર્ટી કોમ્પોનન્ટ્સ છે. જેમાં Log4j જેવ કમજોર કોમ્પોનેન્ટ પણ આખી સિસ્ટમને અસર કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.