ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / SOUથી લઇને ચાર જ્યોતિર્લિંગ સુધી..., EMI સાથે IRCTCની 'ભારત ગૌરવ ટ્રેન' કરાવશે જોરદાર સફર

કામની ખબર / SOUથી લઇને ચાર જ્યોતિર્લિંગ સુધી..., EMI સાથે IRCTCની 'ભારત ગૌરવ ટ્રેન' કરાવશે જોરદાર સફર

Published By: Bijal Vyas

Last Updated: 12:19 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTCએ ઓગસ્ટ 2026માં ગોરખપુરથી શરૂ થતું 'ભારત ગૌરવ' ટૂરિસ્ટ ટ્રેન ટૂર પેકેજ શરૂ કર્યું છે, જે પ્રવાસીઓને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની સાથે મહાકાલેશ્વર, ઓંકારેશ્વર, દ્વારકાધીશ, નાગેશ્વર અને સોમનાથ જ્યોતિર્લિંગોની મુલાકાત લેવાની તક પૂરી પાડે છે. આવો, આ ટૂર પેકેજની વિશેષતાઓ વિશે જાણીએ.

ADVERTISEMENT

જો તમે આવતા મહિને ખાસ કરીને ઓગસ્ટ 2026 માં પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે એક ઉત્તમ ટૂર પેકેજ લોન્ચ કરી રહ્યું છે. IRCTC એક ટૂર પેકેજ ચલાવી રહ્યું છે જેમાં ચાર જ્યોતિર્લિંગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનો સમાવેશ થાય છે, જે ગોરખપુર રેલ્વે સ્ટેશનથી ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન દ્વારા રવાના થશે.

આ યાત્રા દરમિયાન પ્રવાસીઓ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ (ઉજ્જૈન), દ્વારકાધીશ, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ (ગુજરાત), સિગ્નેચર બ્રિજ અને સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લેશે. આ પ્રવાસ ભારત ગૌરવ ટ્રેન દ્વારા કરવામાં આવશે.

આ 10-દિવસની ટૂર 17 ઓગસ્ટ, 2026 થી 26 ઓગસ્ટ, 2026 સુધી ચાલશે. ગોરખપુર સ્ટેશનથી શરૂ થનારી આ ટ્રેન મનકાપુર, અયોધ્યા કેન્ટ, સુલતાનપુર, મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ, પ્રયાગરાજ સંગમ, રાયબરેલી, લખનઉ, કાનપુર સેન્ટ્રલ, ઉરઇ, વીરાંગના લક્ષ્મીબાઇ ઝાંસી અને લલિતપુર સ્ટેશનો પર ટ્રેન રોકવામાં આવશે.

આ પેકેજમાં 2AC, 3AC, અથવા સ્લીપર ક્લાસમાં મુસાફરી, નાસ્તો, લંચ અને ડિનર (શુદ્ધ શાકાહારી) અને એસી/નોન-એસી બસો દ્વારા સ્થાનિક જોવાલાયક સ્થળોનો પ્રવાસ શામેલ છે.

જાણો કેટલુ હશે ભાડું?

આ ટૂર માટે પેકેજની કિંમત ઇકોનોમી શ્રેણી (સ્લીપર ક્લાસ) માટે પ્રતિ વ્યક્તિ 18,380 રુપિયા, સ્ટાન્ડર્ડ શ્રેણી (3AC ક્લાસ) માટે પ્રતિ વ્યક્તિ 29,570 રુપિયા અને કમ્ફર્ટ શ્રેણી (2AC ક્લાસ) માટે પ્રતિ વ્યક્તિ 38,870 રુપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, આ પ્રવાસ પેકેજ માટે LTC અને EMIની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ ફ્રેશર્સ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કામ ઉત્તમ તક, જાણી લો અરજી કરવાની છેલ્લી તારીખ

આ રીતે કરો બુકિંગ

IRCTC ના ચીફ રિજનલ મેનેજર (નોર્થ ઝોન)એ જણાવ્યું હતું કે, યાત્રાનું બુકિંગ લખનઉના ગોમતી નગર સ્થિત પર્યટન ભવનમાં આવેલી IRCTC ઓફિસમાં અથવા ઓફિશિયલ વેબસાઇટ www.irctctourism.com દ્વારા ઓનલાઇન કરાવી શકાય છે. આ ઉપરાંત, વધુ માહિતી અને બુકિંગ માટે નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાય છે: 9236391923, 9236391908, 8287930908, 9236391925, 8303555714, 8287930926, 9415042930.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

irctc bharat gaurav train tour package 4 jyotirlinga-statue of unity indian tourism august 2026

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ