બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફ્રેશર્સ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કામ ઉત્તમ તક, જાણી લો અરજી કરવાની છેલ્લી તારીખ

photo-story

7 ફોટો ગેલેરી

કામની વાત / ફ્રેશર્સ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કામ ઉત્તમ તક, જાણી લો અરજી કરવાની છેલ્લી તારીખ

Last Updated: 10:16 AM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

AAI Apprentice Bharti 2026: તમે એરપોર્ટ પર નોકરી મેળવવામાં રસ હોય પરંતુ તમે નવા છો તેથી નોકરી શોધવામાં મુશ્કેલી પડી રહી હોય, તો આવા ઉમેદવારો તેમની કારકિર્દી શરૂ કરવા માટે એપ્રેન્ટિસશીપનો વિચાર કરી શકે છે.

1/7

photoStories-logo

1. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરીની ત્તક

જો તમે એરપોર્ટ પર નોકરી મેળવવામાં ઇચ્છુક હોય પરંતુ તમે નવા છો તેથી નોકરી શોધવામાં મુશ્કેલી પડી રહી હોય, તો આવા ઉમેદવારો તેની કારકિર્દી શરૂ કરવા માટે એપ્રેન્ટિસશીપનો વિચાર કરી શકે છે. એપ્રેન્ટિસશીપ તમને ઉડ્ડયનમાં કારકિર્દી બનાવવા માટે મૂલ્યવાન અનુભવ મેળવવામાં મદદ કરી શકે છે. આ તમારા સીવીને મજબૂત બનાવશે અને તમારી નોકરીની પ્રોફાઇલને અલગ બનાવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એપ્રેન્ટિસશીપ તાલીમ માટે ભરતીની પણ જાહેરાત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અરજી પ્રક્રિયા

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ગુવાહાટી એરપોર્ટ માટે ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની ભરતી કરી રહી છે. ઓફિશિયલ વેબસાઇટ, www.aai.aero પર ખાલી જગ્યાની સૂચના બહાર પાડવામાં આવી છે. ઓનલાઈન અરજીઓ પણ ખુલ્લી છે. અંતિમ તારીખ આ મહિને સમાપ્ત થશે. તેથી, અંતિમ તારીખ પહેલા અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. AAI એપ્રેન્ટિસ ભરતી વિશે મહત્વપૂર્ણ માહિતી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં એપ્રેન્ટિસ ની પોસ્ટ માટે 95 જગ્યા છે. લાયકાતની વાત કરીએ તો, ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા અથવા ITI પ્રમાણપત્ર જોઇશે. વય મર્યાદાની વાત કરીએ તો 18-26 વર્ષ છે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો શોર્ટલિસ્ટ, ઇન્ટરવ્યુ, દસ્તાવેજ ચકાસણી (લેખિત પરીક્ષા નહીં) પર થશે. ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ટ્રેડના ઉમેદવારો ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ, 2026 છે. ઓફિશિયલ વેબસાઇટ www.aai.aero પર અરજી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. એરપોર્ટ એપ્રેન્ટિસશીપ ભરતી અંતર્ગત શૈક્ષણિક લાયકાત

(1) ગ્રેજ્યુએટ/ડિપ્લોમા: માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની કોઈપણ શાખામાં ચાર વર્ષની ડિગ્રી અથવા ત્રણ વર્ષનો નિયમિત ડિપ્લોમા. (2) આઇટીઆઇ/ટ્રેડ: SICTE-મંજૂર ટ્રેડમાં ITI/NCVT પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. (3) જે ઉમેદવારોએ પહેલાથી જ એપ્રેન્ટિસશીપ તાલીમ પૂર્ણ કરી છે અથવા હાલમાં તે લઈ રહ્યા છે તેઓ આ એપ્રેન્ટિસશીપ માટે પાત્ર રહેશે નહીં. (4) જે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કર્યા પછી 1 વર્ષ કે તેથી વધુ અનુભવ મેળવ્યો છે તેઓ પણ પાત્ર રહેશે નહીં. ફક્ત ઉત્તર પૂર્વીય ક્ષેત્રના નાગરિકો જ પાત્ર રહેશે. (5) સ્ટાઇપેન્ડ ગ્રેજ્યુએટ - ₹15,000, ટેકનિકલ ડિપ્લોમા - ₹12,000, ITI/ટ્રેડ - ₹9,600

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. વય મર્યાદા

ઉમેદવારો ઓછામાં ઓછા 18 વર્ષ અને મહત્તમ 26 વર્ષ અરજી કરી શકે છે. વય મર્યાદા 28 જુલાઈ, 2026 ના રોજ આધારિત રહેશે. અનામત શ્રેણીના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. એરપોર્ટ ઓથોરિટી એપ્રેન્ટિસ માટે પસંદગી માપદંડ

(1) ઉમેદવારોને તેમની શૈક્ષણિક લાયકાતના આધારે પ્રથમ કામચલાઉ પસંદગી કરવામાં આવે છે. પસંદગી લાયકાત ધરાવતા ગુણના આધારે કરવામાં આવશે. (2) શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને તેમના ઇમેઇલ આઈડી દ્વારા ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણી વિશે જાણ કરવામાં આવશે. ત્યારબાદ તેમને તે માટે હાજર રહેવાની જરૂર પડશે. (3) આખરી પસંદગી ઇન્ટરવ્યૂ, પ્રમાણપત્ર ચકાસણી અને તબીબી ફિટનેસના આધારે કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં તેમના સ્થાન પર નિયુક્ત કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. અરજી કેવી રીતે કરવી?

ઉમેદવારો NATS પોર્ટલ અને www.apprenticeshipindia.org દ્વારા આ એપ્રેન્ટિસશીપ માટે અરજી કરી શકે છે. કોઈ અરજી ફી નથી. બધી શ્રેણીઓના ઉમેદવારો મફતમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. અરજી કર્યા પછી, AAI ની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખો. કંપની દ્વારા નવીનતમ માહિતી અહીં પ્રકાશિત કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

job opportunities for freshers how to apply AAI Apprentice Bharti 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ