ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / જગન્નાથજીની નેત્રોત્સવ પૂજા, સોનાવેશના દર્શન, રથયાત્રાના કાર્યક્રમનો આવતીકાલથી શુભારંભ

ગુજરાત / જગન્નાથજીની નેત્રોત્સવ પૂજા, સોનાવેશના દર્શન, રથયાત્રાના કાર્યક્રમનો આવતીકાલથી શુભારંભ

Published By: Jinal Chauhan

Last Updated: 01:22 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવતીકાલથી જગન્નાથજીની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો શુભારંભ થશે. ત્યારબાદ સોનાવેશના દર્શન અને 16 જુલાઈએ ભવ્ય રથયાત્રા યોજાશે.

ADVERTISEMENT

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા 16 જુલાઈ, ગુરુવારે ભવ્ય રીતે યોજાવાની છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાગત રથયાત્રા માટે મંદિર તરફથી તેમજ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા દર વર્ષની જેમ નિર્ધારિત રૂટ પરથી પસાર થશે. રથયાત્રાની શરૂઆત પહેલાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરા મુજબ પહિંદ વિધિ કરીને રથને ખેંચશે અને રથયાત્રાનો પ્રારંભ થશે.

ગજરાજો, ટ્રકો અને અખાડાઓ બનશે રથયાત્રાનું આકર્ષણ

આ વર્ષની રથયાત્રામાં અનેક વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. યાત્રાના આગળના ભાગમાં 18 શણગારેલા ગજરાજો જોડાશે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી રજૂ કરતા 101 થીમ આધારિત ટ્રકો રથયાત્રામાં સામેલ થશે. આ ઉપરાંત 30 અખાડાઓના સાધકો દ્વારા અંગકસરતના વિવિધ પ્રયોગો રજૂ કરવામાં આવશે. 18 ભજન મંડળીઓ અને ત્રણ બેન્ડવાજા સાથે ભક્તિમય વાતાવરણ સર્જાશે. ભગવાનના રથને ખેંચવા માટે અંદાજે 1000થી 1200 ખલાસી ભાઈઓ પોતાની સેવા આપશે.

RathYatra-Photos

દેશભરમાંથી સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે

અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં દર વર્ષે દેશભરના સાધુ-સંતો હાજરી આપે છે. આ વર્ષે પણ હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી આશરે 2500 સાધુ-સંતો રથયાત્રામાં જોડાવાની શક્યતા છે. રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ સામાજિક એકતા અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે રસ્તાઓ પર ઉમટી પડે છે.

મંગળા આરતી બાદ થશે વિવિધ ધાર્મિક કાર્યક્રમો

રથયાત્રાના દિવસે વહેલી સવારે મંગળા આરતી બાદ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી નૃત્ય, રાસ અને ગરબાના કાર્યક્રમો પણ યોજાશે. ભક્તો માટે પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રા દરમિયાન આશરે 45 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી, દાડમ સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત બે લાખ ઉપેરણાં પણ પ્રસાદ રૂપે આપવામાં આવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ આ તારીખથી ગુજરાતમાં વરસાદ છોતરાં કાઢી નાખશે, રથયાત્રાના દિવસે...: અંબાલાલની આગાહી

રથયાત્રા પહેલાં ધાર્મિક વિધિઓનું આયોજન

રથયાત્રા પહેલા 14 જુલાઈએ ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન જેવા કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે રાજ્યના અનેક મોટા નેતાઓ અને મહાનુભાવો હાજર રહેશે. 15 જુલાઈના રોજ ભગવાનના સોનાવેશના દર્શન યોજાશે. આ સાથે ત્રણેય રથોની પ્રતિષ્ઠા, પૂજન, ગજરાજોની પૂજા અને શહેર શાંતિ સમિતિની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ પૂજા અને આરતી કરશે.

પોલીસનું ખાસ સુરક્ષા આયોજન, 3500 કેમેરાથી રહેશે નજર

અમદાવાદ પોલીસે રથયાત્રાને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે વિશાળ બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના જણાવ્યા પ્રમાણે રથયાત્રામાં 31 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.સુરક્ષા વ્યવસ્થામાં ટેક્નોલોજીનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર રથયાત્રાના રૂટ પર 3500થી વધુ કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. ભીડ નિયંત્રણ માટે આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરાશે.

ફેસ રેકોગ્નાઈઝ સિસ્ટમથી અસામાજિક તત્વો પર નજર

આ વર્ષે સુરક્ષા માટે ફેસ રેકોગ્નાઈઝ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમની મદદથી શંકાસ્પદ અને અસામાજિક તત્વોની ઓળખ કરવામાં આવશે. રથયાત્રાના માર્ગ પર 11 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો પણ તૈયાર રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ વ્યવસ્થા રહેશે જેથી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

રથયાત્રાના રૂટ પર પોલીસનું રિહર્સલ પૂર્ણ

રથયાત્રા પહેલા પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ રથયાત્રાના માર્ગ પર ચાલીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સરસપુર ખાતે ભગવાનના મામેરાનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જ્યાં કોઈ ખામી જોવા મળી ત્યાં સુધારા માટે સૂચના આપવામાં આવી છે. રથયાત્રાના દિવસે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jagannath Temple Gujarat Police Security Ahmedabad Rathyatra

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ