ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 SRH vs MI Misbehaved with MI Captain hardik pandya after match watch video
Last Updated: 05:06 PM, 28 March 2024
ADVERTISEMENT
IPL 2024ની શરૂઆત થઇ ગઈ છે અને જબરદસ્ત મુકાબલા જોવા મળી રહ્યા છે. ગઈકાલ IPLમાં SRH vs MI વચ્ચે રમાયેલી મેચ એતિહાસિક સાબિત થઇ અને નાના-મોટા રેકોર્ડ્સ પણ બન્યા હતા. ગઈકાલની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. મુંબઈને મેચમાં તો હાર મળી સાથે સમર્થકોનાં ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો. મેદાનમાં જ હાર્દિક પંડયાની સામે બુમો પાડી. મેચ પછી હાર્દિક પંડયા પર પર બુટ-ચંપલનો વરસાદ થયો હતો.
ADVERTISEMENT
WE ARE MASSIVE, never seen this much outrage for anyone before pic.twitter.com/nsxUjb6GB8
— VIVEK ( #𝐑𝐑 𝐊𝐚 𝐏𝐚𝐫𝐢𝐯𝐚𝐫 ) (@UniquePullShot) March 27, 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
IPLની મેચ પૂરી થયા બાદ મુંબઈ ઇન્ડિયન્સનાં કેપ્ટન હાર્દિક પંડયાનાં ઈન્ટરવ્યુ વખતે સમર્થકોએ તેમના ઉપર બુટ-ચંપલનો વરસાદ કર્યો હતો. આ જોયા પછી હાર્દિક પંડ્યાના ફેન્સ નિરાશ થયા છે. જોકે તમને જણાવી દઈએ કે આ ઘટના મેચનાં મેદાનમાં નહિ પણ કોઈ સમર્થકનાં ઘરમાં બની છે. લોકો પ્રોજેક્ટર પર મેચ જોઈ રહ્યા હતા અને જયારે હાર્દિક ઇન્ટરવ્યુ માટે આવ્યો ત્યારે લોકોએ આવું કર્યું.
ADVERTISEMENT
મેનેજમેન્ટે જ્યારથી રોહિત શર્માની જગ્યાએ હાર્દિકને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવ્યો છે ત્યારથી સોશ્યલ મીડિયા પર હાર્દિક અને મુંબઈ ઇન્ડિયન્સનાં ચાહકો ઉદાસ થઇ ગયા છે. આ સિવાય એ પણ કહેવામાં આવે છે કે SRH vs MIની મેચ પછી રોહિત શર્માનાં ચાહકો દ્વારા કરવામાં આવ્યું છે. જો કે મેદાનમાં હજુ પણ હાર્દિકની સામે બુમો અને નારેબાજી ચાલુ છે અને ટ્રોલ પણ કરવામાં આવે છે
ADVERTISEMENT
આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનાં કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીતીને બોલીગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં હૈદરાબાદે જબરદસ્ત બેટિંગ કરી, 20 ઓવરમાં 3 વિકેટના નુકશાન પર 277 રન કર્યા અને 278નો ટાર્ગેટ આપ્યો. મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં માત્ર 246 રન કર્યા એ પણ 5 વિકેટનાં નુકશાન પર, આમ સનરાઇઝર્સ હૈદરાબાદે 31 રનથી વિજય મેળવ્યો અને સનરાઇઝર્સ હૈદરાબાદની આ સિઝનની પહેલી જીત હતી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ