બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / iPhone 11 Now Launches Gold-Diamond Model, Price Will Kill Eyes

Technology / iPhone 11 હવે ગોલ્ડ-ડાયમંડ મોડલ લોન્ચ કર્યું, કિંમત જાણી આંખો ફાટી જશે

Ravi

Last Updated: 07:32 PM, 14 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપલના આઈફોન 11 પ્રો મોબાઇલ અત્યારે દુનિયામાં સૌથી મોંઘા છે. હવે આઇફોન 11 પ્રો મેકસની ગોલ્ડ અને ડાયમંડ એડિશન લોન્ચ કરાઇ છે. જેની કિંમત અધધધ થઇ જાય એટલી છે. રશિયન સાઇટ કેવિઅર રોયલ ગિફ્ટ વેબસાઇટ પર સ્પેશિયલ એડિશનના મોબાઇલ ક્રિસમસને ધ્યાનમાં રાખીને મુકવામાં આવ્યા છે.

  • એપલના આઈફોન 11 પ્રો મોબાઇલ અત્યારે દુનિયામાં સૌથી મોંઘા છે
  • આઇફોન 11 પ્રો મેકસની ગોલ્ડ અને ડાયમંડ એડિશન લોન્ચ કરાઇ છે
  • ક્રેડો ક્રિસ્મસ સ્ટાર ડાયમંડ, જેની કિંમત 1,29,080 ડોલર એટલે કે 91.24 લાખ રૂપિયા છે

ક્રેડો ક્રિસ્મસ સ્ટાર ડાયમંડ, જેની કિંમત 1,29,080 ડોલર એટલે કે 91.24 લાખ રૂપિયા છે

જેની કિંમત પણ એપલે તાજેતરમાં લોન્ચ કરેલા મેક પ્રો કમ્પ્યુટરની જેમ ઔડી અને બીએમડબલ્યુ જેવી ફેમસ લકઝુરિયસ કાર કરતાં પણ વધુ છે. સ્પેશિયલ એડિશનમાં એક છે  ક્રેડો ક્રિસ્મસ સ્ટાર ડાયમંડ, જેની કિંમત 1,29,080 ડોલર એટલે કે 91.24 લાખ રૂપિયા છે. કેવિઅર ઓર્ડર બુક કરાવનાર ગ્રાહકને ફ્રી ડિલિવરીની સુવિધા આપી રહી છે. ઉલ્લ્ખનીય છે કે એપલે 11 સિરિઝના આઇફોન ગત સપ્ટેમ્બરમાં રિલીઝ કર્યા હતા. કેવિઅરના આઇફોન 11 પ્રો અંગે નિષ્ણાતો કહે છે કે આ અત્યાર સુધીની સૌથી મોંઘો ફોન છે.


કંપનીએ આ ફોનની પાછળના ભાગમાં ત્રણ કેરેટના હીરા અને આઠ નાના હીરા જડયા છે

કંપનીએ આ ફોનની પાછળના ભાગમાં ત્રણ કેરેટના હીરા અને આઠ નાના હીરા જડયા છે. ઉપરાંત આ ફોનની નીચે ડિઝાઇન આપવામાં આવી છે. જેને સોનાથી કોટેડ છે.કેવિયરે ફક્ત 11 પ્રો મેક્સનું ડાયમન્ડ-ગોલ્ડન વર્ઝન ઉપરાંત આ જ મોડલનું ડાયમંડ વર્ઝન પણ રજૂ કર્યું છે. પરંતુ ગ્રાહકો માટે ફક્ત 512 જીબી ઇન્ટરનલ સ્ટોરેજના વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ છે. આઇફોન 11 પ્રો મેક્સનું આ વર્ઝન સાઇટ પર 1,40,880 ડોલરના પ્રાઇસ ટેગ સાથે ઉપલબ્ધ છે. તેની કિંમત ભારતીય રૂપિયામાં એક કરોડથી થોડી ઓછી એટલ કે 99.58 લાખ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gold-Diamond Model apple credo christmas star iphone 11  ક્રેડો ક્રિસ્મસ સ્ટાર આઈફોન 11 પ્રો Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ