બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Indias population may shrink by 41 crore by 2100 says reports

VTV Special / વર્ષ 2100માં 41 કરોડ ઘટી જશે ભારતની વસ્તી છતાં ચીન કરતાં હશે ડબલ: કારણ ચોંકાવનારું

Published By: Mayur

Last Updated: 05:07 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વસ્તીની દ્રષ્ટીએ વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતા રાષ્ટ્રની ચર્ચા થાય ત્યારે પ્રથમ ક્રમાંકે ચીન અને બીજા નંબરે ભારતનું નામ લેવામાં આવે, પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધન પ્રમાણે, આગામી 78 વર્ષમાં ભારતની જનસંખ્યા એટલી ઓછી થઈ જશે કે જેના વિશે કલ્પના કરવી પણ અશક્ય છે.

  • સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ચોંકાવનારો ખુલાસો
  • ભારત અને ચીનની વસતીમાં થઈ શકે છે નોંધપાત્ર ઘટાડો
  • 78 વર્ષમાં ઘટશે જનસંખ્યા

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ સંશોધનના ઍક અંદાજની વાત કરવામાં આવે તો વર્ષ 2100માં ભારતની જનસંખ્યામાં 41 કરોડનો ઘટાડો નોંધાયેલો હશે. 

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં બહાર આવ્યું છે

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે વસ્તી વૃદ્ધિ નકારાત્મક હોય છે, ત્યારે વસ્તીનું જ્ઞાન અને જીવનનું સ્તરમાં સ્થિરતા આવવા લાગે છે અને તે ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે. દેખીતી રીતે આ સ્થિતિ સારી નથી. સંશોધન મુજબ, આવનારા સમયમાં ભારતની વસ્તી ગીચતામાં ઝડપથી ઘટાડો થવાની  છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીનની વસ્તી લગભગ સરખી થઈ ગઈ છે, પરંતુ બંને દેશોની વસ્તી ગીચતામાં ઘણો તફાવત છે અને ભારતની વસ્તી ગીચતા ચીન કરતા ઘણી વધારે છે.

78 વર્ષમાં ઘટશે જનસંખ્યા

ભારત અને ચીનની વસ્તી ગીચતામાં તફાવત આ આંકડા પરથી સમજી શકાય છે કે જ્યાં ભારતમાં પ્રતિ ચોરસ કિમીએ 476 લોકો રહે છે, ત્યાં ચીનમાં આ આંકડો 148 લોકો પ્રતિ કિમી છે. અનુમાન મુજબ, વર્ષ 2100 સુધીમાં, ભારતની વસ્તી ગીચતા 335 વ્યક્તિઓ પ્રતિ ચોરસ કિલોમીટર હશે. ભારતની વસ્તી ગીચતામાં થયેલો ઘટાડો વિશ્વની વસ્તીમાં થયેલા ઘટાડા કરતા ઘણો વધારે હોવાનો અંદાજ છે.

વસતી ઘટવાનું મુખ્ય કારણ ભારતીય મહિલાઓને ફર્ટિલિટી રૅટ 

ભારતની મહિલાઓમાં ઘટતો જતો ફર્ટિલિટી રેટ વસ્તી ઘટવા પાછળ જવાબદાર કારણ છે. પ્રતિ મહિલા ફર્ટિલિટી રેટ 1.76થી ઘટીને 2032માં 1.39, 2052માં 1.28 જ્યારે 2100માં 1.19 રહી જશે.

22મી સદીની શરૂઆતમાં 100 કરોડ હશે જનસંખ્યા 

આપને જણાવી દઇએ કે, અભ્યાસમાં ભારતની વસ્તી ગીચતામાં ઘટાડો દેશની વસ્તીમાં નોંધવામાં આવેલા ઘટાડાને આધારે અંદાજવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે, વર્ષ 2022માં દેશની વસ્તી 141.1 કરોડ છે, જે 2100માં ઘટીને 100.3 મિલિયન થઈ જશે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસને સંયુક્ત રાષ્ટ્રના વસ્તી વિભાગના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલમાં પણ સ્થાન આપવામાં આવેલ છે. 

ચીનની જનસંખ્યામાં પણ નોંધાશે નોંધપાત્ર ઘટાડો 

અભ્યાસમાં અન્ય રાષ્ટ્રો જેવા કે ચીન અને અમેરિકામાં પણ આ પ્રકારે જનસંખ્યા ઘટવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે ચીનની વસતીમાં પણ આશ્ચર્યજનક ઘટાડો નોંધાવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. વર્ષ 2100માં ચીનની જનસંખ્યા ઘટીને તે 49.4 કરોડ થઈ શકે છે. એટલે કેટ આગામી 78 વર્ષમાં જનસંખ્યામાં 93.2 કરોડનો ઘટાડો નોંધાઈ શકે છે. આ અંદાજ ચીનના લોકોની ઓછી પ્રજનન ક્ષમતાના પરિદ્રશ્યના આધારે લગાવવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Vtv Exclusive population reports ચીન ભારત Vtv Exclusive

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ