ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાઉદી એરપોર્ટ પર ગુજરાતીઓ મુશ્કેલીમાં, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની સરકારને અપીલ

Israel Iran War / સાઉદી એરપોર્ટ પર ગુજરાતીઓ મુશ્કેલીમાં, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની સરકારને અપીલ

Published By: Vishal Khamar

Last Updated: 08:57 PM, 28 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉભી થવા પામી છે. સાઉદીના એરપોર્ટ પર અનેક ગુજરાતીઓ ફસાયા છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ X પર પોસ્ટ કરી ભારત સરકાર પાસે મદદની માંગ કરી છે.

ADVERTISEMENT

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતીયો સાઉદીના એરપોર્ટ પર ફસાયા છે. અમદાવાદના જમાલપુર-ખાડિયા મત વિસ્તારના લોકો સાઉદીમાં ફસાયા છે. ઈમરાન ખેડાવાલાએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી જણાવ્યું હતું કે, દરેક ભારતીય નાગરિકની સલામતી આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. હું ભારત સરકારને વિનંતી કરૂ છું કે આપણા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા પગલા લે. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ X પર પોસ્ટ સાથે મદદની માંગ કરી હતી.

ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઇરાન પર મોટો હુમલો કર્યો છે. તેહરાન સહિત છ ઇરાની શહેરોમાં આશરે 30 સ્થળોએ બોમ્બ વિસ્ફોટ થયા છે. ઇરાને ઇઝરાયલને બદલો લેવાની ધમકી પણ આપી છે. ગંભીર પરિસ્થિતિને જોતાં, ભારત સરકારે ઇઝરાયલમાં રહેતા તેના નાગરિકોને ચેતવણી આપી છે.

ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે એક મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે. દૂતાવાસે તમામ ભારતીયોને ખૂબ જ સાવધાની રાખવા કહ્યું છે. સરકારે લોકોને હંમેશા સતર્ક રહેવા અને ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલા નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે. નિયમનો ને તોડવા જીવલેણ હોઇ શકે છે.

ઇઝરાયલમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને કર્મચારી રહે છે. તેમની સલામતી ભારત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ ત્યાંના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કટોકટી દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરવું એ પોતાને બચાવવાનો સૌથી સારી રીત છે.

કારણ વિના બહાર ના નીકળવાનો નિર્દેશ

દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તેમના ઘરો અથવા ઓફિસોની નજીકના સુરક્ષા શેલ્ટર નજીક રહેવા વિનંતી કરી છે જેથી સાયરન વાગતાની સાથે જ તેઓ ઝડપથી સલામત સ્થળે પહોંચી શકે. દૂતાવાસે જરુરી ના હોય તો ઇઝરાયલમાં ગમે ત્યાં મુસાફરી ન કરવાની પણ સલાહ આપી છે.

આ પણ વાંચોઃ રોડ-શો સાથે વડાપ્રધાન મોદીનું સાણંદમાં ભવ્ય સ્વાગત, ગુજરાતને આપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટની ગિફ્ટ

મદદ માટે હેલ્પલાઇન કરી જાહેર

તાજેતરની જાણકારી માટે ઓફિશિયલ વેબસાઇટ (https://oref.org.il/eng) જોતા રહેવાનો આદેશ છે. દૂતાવાસે લોકોને સ્થાનિક ખબર અને મોબાઇલ એલર્ટ પર નજર રાખવા કહ્યું છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં સહાય પૂરી પાડવા માટે 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

ફોન નંબર : +972-54-7520711

ઇમેઇલ : [email protected]

સરકારની પ્રાથમિકતા : સુરક્ષા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iran israel news us iran news israel attack iran

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ