ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રોડ-શો સાથે વડાપ્રધાન મોદીનું સાણંદમાં ભવ્ય સ્વાગત, ગુજરાતને આપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટની ગિફ્ટ
Last Updated: 04:47 PM, 28 February 2026
ADVERTISEMENT
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતના ઔદ્યોગિક શહેર સાણંદ ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ સાણંદ જીઆઈડીસી ખાતે રોડ શો યોજ્યો હતો. તેમજ સાણંદમાં વડાપ્રધાનના હસ્તે માઈક્રોન સેમિકંડક્ટર પ્લાન્ટમાં ATMP ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કંપનીમાં તમામ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. હવે થોડીવારમાં જ વડાપ્રધાન જાહેર સભાના સંબોધન કરશે.
ADVERTISEMENT
સાણંદ જીઆઇડીસી ખાતે પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ શોની શરૂઆત કરી. મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, ઉદ્યોગકારો અને ભાજપ કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું. સમગ્ર વિસ્તાર દેશભક્તિ ગીતો અને ‘મેક ઇન ઇન્ડિયા’ના સૂત્રોથી ગુંજી ઉઠ્યો.
ADVERTISEMENT
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન દ્વારા સેમિકન્ડક્ટર ATMP સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ “Made in India” ચિપનું ઉત્પાદન ગુજરાતમાં શરૂ થશે. આ પગલું ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં વધ્યો બાળ મૃત્યુદર: 2024માં હતો 5% ને 2025માં વધીને થયો 6%, સરકારનો જવાબ
ADVERTISEMENT
કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓના મતે, આ સુવિધા સ્થાનિક યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી કરશે અને ગુજરાતને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે મજબૂત બનાવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી આગામી કાર્યક્રમ માટે ચેન્નઈ જવા રવાના થવાના છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.