બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Tech & Auto / Indian pre book 1600 galaxy fold smartphones worth 165000 rupees each within 30 minutes

ક્યાં છે મંદી? / સૌથી મોંઘા એવા 1600 ફોન ભારતીયોએ અડધો કલાકમાં ખરીદી લીધાં

Published By: Shalin

Last Updated: 08:43 PM, 5 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી થોડા વર્ષો પહેલા ટચફોન્સ વાપરીને લોકો અચરજ પામતા હતા. હવે એવો તો સમય આવી ગયો છે કે પુસ્તકની જેમ વાળી શકાય એવા ફોલ્ડેબલ ફોન્સ આવી ગયા છે અને લોકો તેને વાપરવા એટલા અધીરા થઇ ગયા છે કે દેશની આર્થીક મંદીના સમયમાં પણ ૧,૬૫,૦૦૦ણી તોતિંગ કિંમતના ૧૬૦૦ ફોન્સ દેશભરમાંથી ફક્ત ૩૦ મીનીટમાં બુક થઇ ગયા છે.

દેશમાં લક્ઝરી સ્માર્ટફોન્સના સેગ્મેન્ટમાં એક વિક્રમજનક કહી શકાય એવી ઘટના પ્રમાણે સેમસંગના ઓનલાઈન સ્ટોર ઉપર શુક્રવારે સેમસંગના નવા “ગેલેક્સી ફોલ્ડ”નામના સ્માર્ટફોનના ૧૬૦૦ ફોન્સ ફક્ત અને ફક્ત ૩૦ મિનીટમાં પ્રિ બુક થઇને ખરીદાઈ ગયા હતા. અહી ઉલ્લેખનીય છે કે આ ફોન્સની જંગી કિંમત રૂપિયા ૧ લાખ ૬૫ હજાર છે અને પ્રિ બુક કરેલા તમામ લોકોએ આખી રકમ ચૂકવી દીધી છે. કંપની પાસે હાલ પૂરતા ૧૬૦૦ યુનિટ્સ જ ઉપલબ્ધ હોવાથી તેટલા ફોન્સ પ્રિ બુકિંગ માટે મુકાયા હતા.  

આ સ્માર્ટફોન તેમને ૨૦ ઓક્ટોબર સુધી મળી જશે અને ત્યાં સુધી ગ્રાહકોને કોઈ પણ કામ માટે ૨૪ કલાકની હેલ્પ લાઈન સેવા પૂરી પડાઈ છે. દરેક ગ્રાહકને એક વર્ષ માટે “Infinity Flex Display Protection” પણ મળશે.

ફોનના સ્પેસીફીકેશન્સ 

ગેલેક્સી ફોલ્ડ ૧૨ GB RAM અને ૫૧૨ GB internal memory આપે છે. સામાન્ય ઉપયોગ માટે ગેલેક્સી ફોલ્ડ ૪.૭ ઇંચનો સ્ક્રીન આપે છે પરંતુ તેના બીજા સ્ક્રીનને એક પુસ્તકની જેમ “ખોલી” શકાય છે. આ મોટો સ્ક્રીન ૭.૩ ઇંચનો છે અને તે પ્લાસ્ટિક OLED છે. 

ગેલેકસી ફોલ્ડ સાથે મ્યુઝીકના ear buds આપવામાં આવશે અને “Aramid fiber”નો બનેલો મજબુત કેસ સાથે રાખવામાં આવશે જે ફોનને દબાણથી સુરક્ષિત રાખશે. 

આ ડિવાઈસ મલ્ટી ટાસ્કિંગ કરી શકશે. તેમાં ૬ કેમેરા લગાવેલા છે. Android 9 સાથે Snapdragon 855 chipset ગોઠવેલો છે. 

૩ સેલ્ફી કેમેરા આપેલા છે. એક ૧૦ મેગાપિક્સલનો નાના સ્ક્રીન ઉપર અને બીજા બે ડ્યુઅલ કેમેરા મોટા સ્ક્રીન ઉપર આપેલા છે. 

પાછળના ભાગે ૩ કેમેરા આપેલા છે. ૧૬ મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ, ૧૨ મેગા પીક્સલનો વાઈડ એન્ગલ અને ૧૨ મેગાપિક્સલનો ટેલીફોટો કેમેરા ઉપલબ્ધ છે. 

ફોનની અંદર ૪૩૦૦ mAhની ૨ બેટરી આપવામાં આવી છે. આ ફોન પોતાને અને બીજા ડિવાઈસને Wireless Powershare વડે ચાર્જ કરવા પણ સક્ષમ છે.  

 

સંકળાયેલા મુદ્દાઓ

Samsung સેમસંગ સેમસંગ ગેલેક્સી ફોલ્ડ recession

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ