બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / indian cricket teams fast bowler jasprit bumrah is getting married

ક્રિકેટ / અમદાવાદમાં રહેતો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી આવતા અઠવાડિયે બંધાશે લગ્નના બંધનમાં

Published By: Nikul

Last Updated: 03:47 PM, 3 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમનાં ધુરંધર બોલર જસપ્રીત બુમરાહ ક્લિન બોલ્ડ થવા જઈ રહ્યો છે. બુમરાહ ટૂંક સમયમાં લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યો છે અને એટલે જ તે છેલ્લી ટેસ્ટમાંથી ખસી ગયો છે. બુમરાહનાં લગ્ન એક અઠવાડિયામાં થવા જઈ રહ્યાં છે.

  • બુમરાહ આગામી અઠવાડિયે લગ્ન કરવા જઈ રહ્યો છે
  • ક્યાં અને કોની સાથે તેની જાણ હજુ સુધી નથી થઈ
  • ટી-20 સિરીઝમાં આરામ અપાયો છે બુમરાહને

બુમરાહનાં અંગત કારણની ખબર પડી

ટીમ ઈન્ડિયાનાં સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ જલ્દી તેનાં જીવનની નવી ઈનિંગની શરુઆત કરવા જઈ રહ્યો છે. જસપ્રીત બુમરાહે તેનાં અંગત કારણોસર ક્રિકેટમાંથી બ્રેક લીધો છો. પણ હવે ખબર પડી ગઈ છે કે તે અંગત કારણ શું હતું.

જસપ્રીત કરવા જઈ રહ્યો છે લગ્ન

જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. એક માહિતી અનુસાર બીસીસીઆઈનાં એક અધિકારીએ કહ્યું કે, બુમરાહ જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો છે. બુમરાહ તેનાં લગ્નની તૈયારીઓ કરવા માટે ટેસ્ટ સિરીઝની લાસ્ટ મેચમાંથી ખસી ગયો છે. જોકે બુમરાહ કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેનો ખ્યાલ નથી આવ્યો. સૂત્રોનાં જણાવ્યા મુજબ બુમરાહ એક અઠવાડિયામાં લગ્ન કરવા જઈ રહ્યો છે. પણ ક્યાં અને કોની સાથે તેનો ખ્યાલ હજુ સુધી મળ્યો નથી.

 

ટી-20 સિરીઝમાં આરામ અપાયો છે

ઉલ્લેખનીય છે કે ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચથી પાંચ મેચની ટી-20 સિરીઝ પણ રમાશે. બુમરાહને ટી-20 સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. ત્યારબાદ બંને ટીમોની વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાશે. વન ડે સિરીઝ 23 માર્ચથી શરુ થશે.

વનડે માંથી પણ રહી શકે છે બહાર

રિપોર્ટ મુજબ બુમરાહ ઈંગ્લેન્ડની સામે રમાનાર ત્રણ મેચોની વનડે સિરીઝમાંથી પણ બહાર થઈ શકે છે. બુમરાહની ગેરહાજરીમાં ભારત પાસે નવા ખેલાડીઓે તક આપવાનો અવસર આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો મોટેરાનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 માર્ચથી શરુ થશે. હાલ ભારત ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket INDvsENG Jasprit Bumrah Marriage ક્રિકેટ જસપ્રીત બુમરાહ મેરેજ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ