ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:27 AM, 8 February 2026
ADVERTISEMENT
ઇન્કમ ટેક્સ વિભાગે આવકવેરા નિયમો 2026નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. આ ડ્રાફ્ટ નિયમો 1 એપ્રિલ 2026 થી લાગુ કરવાનો પ્રસ્તાવ છે. બીજા ઈનીશેટીવમાં આ ડ્રાફ્ટ નિયમો ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગ ફોર્મને સરળ બનાવે છે.
ADVERTISEMENT
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડ્રાફ્ટ નિયમો અને ફોર્મ લગભગ 15 દિવસ માટે જાહેર ડોમેનમાં રહેશે. જેમાં બધા હિસ્સેદારો અને સામાન્ય જનતાને રીક્વેસ્ટ કરવામાં આવે છે કે તેઓ આ ડ્રાફ્ટ નિયમો અને ફોર્મ્સની સમીક્ષા કરે અને વધુ સુધારા માટે વિચારશીલ પ્રતિસાદ આપે. જેમાં 15 દિવસનો સમયગાળો 22 ફેબ્રુઆરી 2026 ના રોજ સમાપ્ત થાય છે.
ADVERTISEMENT
CBDT જણાવે છે કે, નવા ફોર્મ જે ડ્રાફ્ટ નિયમોનો ભાગ છે કરદાતાઓની સુવિધા માટે સરળ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં CBDT ચેરમેન રવિ અગ્રવાલે જાહેરાત કરી હતી કે, વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)ની યાદી પણ બહાર પાડવામાં આવશે. જેમાં અગ્રવાલે કહ્યું હતું કે CBDT વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) તૈયાર કરવા અને નવા કાયદા પર પ્રેઝન્ટેશન પર પણ કામ કરી રહ્યા છીએ.
નવા કાયદાના લાગુ થયા બાદ આ લોકો માટે ઉપલબ્ધ થશે જેથી તેમને સમજવામાં સરળતા રહે. આ અંગે CBDT ના વડાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે (આવકવેરા કાયદાની) ભાષાને સરળ બનાવવા અને નવા કાયદાને એવી રીતે રજૂ કરવા પર ફોકસ કરવામાં આવ્યું હતું કે, કરદાતાઓ સરળતાથી વાંચી અને સમજી શકે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, ઇન્કમ ટેક્સ ફોર્મ્સ સરળ બનાવવામાં આવ્યા છે. ફોર્મ્સ સ્પષ્ટ, સમજવામાં સરળ ભાષામાં તૈયાર કરવામાં આવ્યા છે જેથી કાર્યકારી, વહીવટી કે કાનૂની અનિશ્ચિતતા ટાળી શકાય અને તેની સાથેની નોંધો પણ તે મુજબ સરળ બનાવવામાં આવી છે. ડ્રાફ્ટ ફોર્મ નંબર 26, આવકવેરા કાયદા, 2025 ની કલમ 63 હેઠળ ઓડિટ રિપોર્ટ અને માહિતીનું નિવેદન ICDS એડજસ્ટમેન્ટ માટે પ્રાવધાન કરે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો