બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Important announcement regarding night curfew in Gujarat
ADVERTISEMENT
મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં રાત્રી કર્ફ્યૂને લઈ મહત્વના નિર્ણયો જાહેર કરાયા છે. રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યૂ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. તો 18 શહેરોમાંથી કર્ફ્યૂ હટાવી દેવાયો છે. અગાઉ કુલ 36 શહેરોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો.
.gif)
ADVERTISEMENT
ક્યા શહેરોમાં કફર્યૂ-નિયંત્રણો યથાવત?
ADVERTISEMENT
રાજ્યની 8 મનપા અને 18 શહેરોમાં કફર્યૂ અને નિયંત્રણો
વાપી,અંકલેશ્વર,વલસાડમાં રાત્રી કફર્યૂ યથાવત્
નવસારી,મહેસાણા,ભરૂચમાં રાત્રી કફર્યૂ યથાવત્
પાટણ,મોરબી,ભુજ,ગાંધીનગરમાં રાત્રી કફર્યૂ યથાવત્
ક્યા શહેરોમાં કફર્યૂ મુક્તિ?
ADVERTISEMENT
વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુરમાં કફર્યૂ મુક્તિ
વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ
બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર
અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ,
આણંદ, નડિયાદ અને ગોધરાનો સમાવેશ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.