બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / મેઘરાજાનો મેગા એટેક! 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, અનેક વિસ્તારોમાં 10થી 24 ઈંચ સુધી વરસાદ

photo-story

5 ફોટો ગેલેરી

Gujarat Heavy Rain / મેઘરાજાનો મેગા એટેક! 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, અનેક વિસ્તારોમાં 10થી 24 ઈંચ સુધી વરસાદ

Last Updated: 09:40 AM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Heavy Rain: રાજ્યમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. ગઇકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય છે.

1/5

photoStories-logo

1. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિંગ કરવા તૈયાર છે. લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ અંબિકામાં 24 અને ડોલવણમાં 16.73 ઈંચ વરસાદ નોધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નડિયાદમાં 13.43 અને નેત્રંગમાં 13.03 ઈંચ વરસાદ

વસોમાં 16.38 અને ઉમરપાડામાં 14.69 ઈંચ , નડિયાદમાં 13.43 અને નેત્રંગમાં 13.03 ઈંચ વરસાદ પડ્યો છે. ધરમપુરમાં 11.02 ઈંચ અને વઘઈમાં 10.94 ઈંચ જ્યારે માંગરોળમાં 10.71 ઈંચ અને આણંદમાં 10.67 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. લો પ્રેશર બન્યું ડીપ ડિપ્રેશન

અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. આ સિસ્ટમ વધુ મજબૂત બનતા રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. હવામાન વિભાગે વીજળીના કડાકા અને તેજ પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રાજ્યમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય

હાલ રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત તમામ તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, ભાવનગર અને આણંદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. લોકોને જરૂરી હોય ત્યારે જ ઘર બહાર નીકળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Rain Forecast Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ