બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત પાણીમાં ગરકાવ! કીમ નદીમાં પૂર, તાપી કોઝવે ઓવરફ્લો, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / સુરત પાણીમાં ગરકાવ! કીમ નદીમાં પૂર, તાપી કોઝવે ઓવરફ્લો, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો

Last Updated: 09:36 AM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. કીમ અને તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થતાં અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

1/6

photoStories-logo

1. સુરત પાણીમાં ગરકાવ!

વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે અને હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત સ્થિતિ પર નજર રાખી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કીમ નદીમાં પૂર, ગામોમાં પાણી ઘૂસ્યા

સુરત જિલ્લાના કીમ નદીમાં અચાનક જળસ્તર વધી જતા હથોડા સહિત અનેક ગામોમાં નદીનું પાણી ઘરો સુધી પહોંચી ગયું છે. કેટલાક વિસ્તારોમાં ઘરોની અંદર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે પાણીમાં થયેલા એકાએક વધારાને કારણે લોકોને સુરક્ષિત સ્થળે જવાની ફરજ પડી હતી. આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોવાથી લોકોમાં ચિંતા વધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. તાપી નદી બે કાંઠે, કોઝવે સતત ઓવરફ્લો

ભારે વરસાદને કારણે તાપી નદીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે. તાપી નદી પરનો કોઝવે 8.34 મીટરની સપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો છે, જ્યારે તેની ભયજનક સપાટી 6 મીટર છે. એટલે કે કોઝવે ભયજનક સપાટીથી 2.34 મીટર ઉપર વહી રહ્યો છે. કાકરાપાર ડેમમાંથી પાણીની આવક અને કેસમેન્ટ વિસ્તારમાં સતત વરસાદને કારણે નદીમાં આશરે 2 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલમાં કોઝવે પરથી અંદાજે 1.50 લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કોસંબા-કીમ માર્ગ બંધ

કોસંબાથી કીમને જોડતો ગાયકવાડી માર્ગ વરસાદી પાણી અને કીમ નદીના પાણી ફરી વળતા સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. જેના કારણે લોકોને હવે 15થી 20 કિલોમીટરનો વધારાનો ચકરાવો કરીને મુસાફરી કરવી પડી રહી છે. ખાસ કરીને નોકરી અને ધંધા માટે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રહેણાંક વિસ્તારો પાણીમાં, લોકોને સેલ્ટર હોમમાં ખસેડાયા

કુંવરડા ગામની સીમમાં આવેલી નંદીની રેસિડન્સી, વિશ્વાસ રેસિડન્સી અને તક્ષશિલા સ્કૂલ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગ્રામપંચાયતે રાત્રે જ જોખમગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. હજુ પણ કેટલાક લોકો ઘરોમાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. સરપંચ, તલાટી અને સ્થાનિક તંત્ર સતત લોકોના સંપર્કમાં રહી જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ભાટકોલ ગામ બેટમાં ફેરવાયું, તંત્ર એલર્ટ મોડમાં

માંગરોળ તાલુકાનું ભાટકોલ ગામ ચારેય તરફથી પાણીથી ઘેરાઈ જતાં બેટમાં ફેરવાઈ ગયું છે. અનેક ઘરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં ગામનો અન્ય વિસ્તારો સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ બાદ હવે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત 24 કલાકમાં અંબિકા તાલુકામાં અંદાજે 24 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે માત્ર 2 કલાકમાં 176 મીમી એટલે કે લગભગ 7 ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કીમ નદી પાસે NDRFની એક ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tapi River Overflow Kim River Flood Surat Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ