બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:01 AM, 1 August 2026
1/6
હવામાન વિભાગે તાપી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. તેના પગલે સમગ્ર જિલ્લા તંત્ર, પોલીસ અને બચાવ ટીમો એલર્ટ મોડ પર આવી ગઈ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પૂર્ણા, અંબિકા, ઓલણ, વાલ્મિકી, મીંઢોળા અને ઝાંખરી નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને 1300થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
2/6
છેલ્લા 24 કલાક દરમિયાન ડોલવણ તાલુકામાં સૌથી વધુ 16.73 ઈંચ વરસાદ નોંધાયો હતો. વાલોડમાં 7.32 ઈંચ અને વ્યારામાં 6.26 ઈંચ વરસાદ વરસ્યો હતો. સોનગઢમાં 5.35 ઈંચ જ્યારે ઉકાઈમાં 4.45 ઈંચ અને નિઝરમાં 4.41 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉચ્છલમાં 3.50 ઈંચ વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ કુકરમુંડા તાલુકામાં 2.17 ઈંચ નોંધાયો હતો.
3/6
અવિરત વરસાદ અને નદીઓના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન 1300થી વધુ લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે ત્યાં વધુ સ્થળાંતરની પણ તૈયારી રાખવામાં આવી છે.
4/6
ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા, ઓલણ, વાલ્મિકી, મીંઢોળા અને ઝાંખરી નદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું હતું. અનેક વિસ્તારોમાં નદીકાંઠાના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદી નજીક જવા અને પાણીમાં ઉતરવાનું ટાળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
5/6
રેડ એલર્ટ દરમિયાન તાપી પોલીસની કામગીરી પ્રશંસનીય રહી હતી. વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે પોલીસ કર્મચારીઓએ ડોલવણ વિસ્તારના એક પરિવાર તેમજ પશુપાલકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્થાનિક લોકો દ્વારા પણ પોલીસ અને બચાવ ટીમોની કામગીરીને બિરદાવવામાં આવી છે.
6/6
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં પણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા યથાવત છે. જિલ્લા તંત્રે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદી અને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ