બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં મેઘરાજાનો કહેર! 5 વરસાદી સિસ્ટમ સક્રિય, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

વેધર અપડેટ / ગુજરાતમાં મેઘરાજાનો કહેર! 5 વરસાદી સિસ્ટમ સક્રિય, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Last Updated: 07:38 AM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરીને લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

1/6

photoStories-logo

1. ગુજરાતમાં મેઘરાજાનો કહેર!

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિંગ કરવા તૈયાર છે. લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેના કારણે વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને રેડ અને ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. લો પ્રેશર બન્યું ડીપ ડિપ્રેશન

અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. આ સિસ્ટમ વધુ મજબૂત બનતા રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. હવામાન વિભાગે વીજળીના કડાકા અને તેજ પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. રાજ્યમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય

હાલ રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. તેના કારણે નદીઓ, તળાવો અને ડેમોમાં પાણીની આવક વધવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત તમામ તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, ભાવનગર અને આણંદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. લોકોને જરૂરી હોય ત્યારે જ ઘર બહાર નીકળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઓરેન્જ અને યલો એલર્ટ ધરાવતા જિલ્લાઓ

કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. તંત્રની અપીલ, સાવચેતી રાખો

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્રને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે. લોકોને નદી, તળાવ અને નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવા તેમજ વીજળીના કડાકા દરમિયાન ખુલ્લી જગ્યામાં ઉભા ન રહેવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતો, પશુપાલકો અને મુસાફરોએ ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Red Alert Gujarat Gujarat Rain Weather Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ