બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આજથી બદલાઈ ગયા 10 મોટા નિયમો! LPGથી બેંક સુધી સીધી અસર તમારા ખિસ્સા પર

photo-story

10 ફોટો ગેલેરી

તમારા કામનું / આજથી બદલાઈ ગયા 10 મોટા નિયમો! LPGથી બેંક સુધી સીધી અસર તમારા ખિસ્સા પર

Last Updated: 08:32 AM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Rules changed from 1 August : આજથી ઓગસ્ટ 2026ની શરૂઆત થઇ છે. સાથે સાથે આજથી દેશમાં અનેક નિયમોમાં બદલાવ આવવાનો છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ, રેલ્વે ટિકિટ બુકિંગ, ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે. એફજીસીએમ વસ્તુઓ અને ઈલેક્ટ્રોનિક્સ મોંઘા થશે. બેંકો એસએમએસ એલર્ટ ચાર્જ વધારશે. આ બધાની અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે.

1/10

photoStories-logo

1. રેલ્વે તત્કાલ ટિકિટ બુકિંગ નિયમ

રેલ્વે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર ભીડ ઘટાડવા માટે તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરાયો છે. હવે ટોકન આપવાનો સમય તત્કાલ બુકિંગ શરૂ થવાના સમયની સાથે જ રાખવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. એલપીજી સિલિન્ડરના ભાવ

દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવ સમીક્ષા કરે છે. 1 ઓગસ્ટ 2026ના સવારે રસોઈ ગેસ અને કમર્શિયલ સિલિન્ડરના નવા દરો જાહેર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. SMS એલર્ટ ચાર્જમાં ફેરફાર

કેટલીક બેંકો પોતાના સર્વિસ ચાર્જમાં બદલાવ કરી રહી છે. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક પોતાના ગ્રાહકો માટે મહિને નિશ્ચિત મર્યાદા બાદ પ્રત્યેક SMS પર 30 પૈસાનો શુલ્ક વસૂલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. એર ફ્યુઅલના ભાવમાં ફેરફાર

એલપીજીની સાથે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના નવા દરો પણ જાહેર કરવામાં આવશે. એવિએશન ફ્યુઅલના ભાવમાં થતા ફેરફારની સીધી અસર હવાઈ પ્રવાસના ભાડા પર પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. મોંઘવારીનો ડબલ ડોઝ

FMCG સેક્ટરની રોજિંદી વસ્તુઓ જેવી કે ચા, સાબુ અને હેર ઓઈલના ભાવ 6% થી 8% સુધી વધી શકે છે. આ સિવાય ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવા ઈલેક્ટ્રોનિક્સ સાધનો 4% થી 6% સુધી મોંઘા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. દંડ ભરવો પડશે

આઇટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ પૂર્ણ થઈ ગઈ છે. 1 ઓગસ્ટથી લેટ આઈટીઆર ફાઈલ કરવા પર આવકના આધારે 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. ક્રેડિટ કાર્ડ બિલિંગના નવા નિયમો

આરબીઆઇના નવા નિર્દેશો મુજબ ક્રેડિટ કાર્ડ બિલિંગમાં વધુ પારદર્શિતા આવશે. બેંકો હવે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરતી વખતે મૂળ રકમમાં લેટ પેનલ્ટી કે અન્ય વધારાના ચાર્જ ઉમેરી શકશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. CKYC 2.0 ની શરૂઆત

બેંકિંગ અને મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં CKYC 2.0 સિસ્ટમ લાગુ થઈ રહી છે. આ સિસ્ટમથી ગ્રાહકોએ અલગ-અલગ નાણાકીય સેવાઓ કે નવું એકાઉન્ટ ખોલાવવા માટે વારંવાર એકસરખા કેવાયસી દસ્તાવેજો આપવા નહીં પડે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. જીએસટી અને ઇવેય બિલમાં ફેરફાર

વેપારીઓ માટે જીએસટી નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. 'બીલ ટુ શીપ ટુ' વ્યવહારોમાં શિપ-ટૂ જીએસટી ઇન દર્શાવવું ફરજિયાત બનશે અને વેપારીઓ પોતાની મરજીથી ઈ-વે બિલ બંધ પણ કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. બેંક રજાઓની યાદી

ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ અને ઈદ-એ-મિલાદ જેવા વિવિધ તહેવારોને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન બેંકિંગ સેવાઓ યથાવત ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

LPG Air Fuel Price Change Tatkal Ticket Booking Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ