બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / IIIT Unaમાં નોન ટીચિંગ પોસ્ટ પર પડી ભરતી, લાસ્ટ ડેટ નજીક
Last Updated: 10:01 PM, 1 April 2026
જો તમે સારા પગારવાળી નોકરી શોધમાં હોવ તો તમારા માટે એક મોકો આવ્યો છે. જેમાં IIIT ઉનાએ નોન ટીચિંગ પદો માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં વહીવટી અને ટેકનીકલ બંને પદોનો સમાવેશ થાય છે. જેમાં સહાયક વહીવટી અધિકારી (શૈક્ષણિક), આસીસ્ટન્ટ વહીવટી અધિકારી (એકાઉન્ટ્સ અને સ્ટોર્સ), આસીસ્ટન્ટ એન્જીનીયર (પ્રોગ્રામર) અને આસીસ્ટન્ટ એન્જીનીયર (નેટવર્ક એન્જીનીયર )નો સમાવેશ થાય છે. એટલે કે જો તમારી પાસે તમારા અભ્યાસની સાથે થોડો અનુભવ હોય તો તમારી પાસે એક સારો મોકો છે.
ADVERTISEMENT
જો આ ભરતીમાં લાયકાતની વાત કરીએ તો વહીવટી પદો માટે માસ્ટર ડિગ્રી અને ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ જરૂરી છે. એન્જિનિયરિંગ પદો માટે, એક થી ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી B.Tech કે M.Tech ડિગ્રી જરૂરી છે. કોલેજ કે સંસ્થામાં અગાઉનો કાર્ય અનુભવ જોઈએ.

ADVERTISEMENT
આ ભરતી 50,000 થી 60,000 રૂપિયા સુધીનો માસિક પગાર મળશે. જેમાં કોઈ એડીશનલ ભથ્થાં નથી તો પણ કરારની નોકરી માટે આ સારો પગાર માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2026 છે. ત્યારબાદ 13 એપ્રિલે શોર્ટલિસ્ટ જાહેર કરવામાં આવશે અને 18 એપ્રિલે ટેસ્ટ અથવા ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ નોકરી સંપૂર્ણપણે કરાર આધારિત હશે. શરૂઆતમાં તમને એક વર્ષનો કરાર મળશે જે તમારા પ્રદર્શનના આધારે લંબાવી શકાય છે. તેમાં કાયમી પદનું કોઈ વચન નથી અપાયું.
ADVERTISEMENT
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર પડશે. જ્યાં તમારી બધી માહિતી યોગ્ય રીતે ભરો, દરેક જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.