બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારમાં ઉઠીને સીધો ફોન ઉપાડો છો તો ચેતજો! શારીરિકની સાથે માનસિક સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર
Last Updated: 12:00 PM, 23 May 2024
આજના સમયમાં ફોન એક જરૂરિયાતનું સાધન બની ગયું છે. તમામ વ્યક્તિ બધી જગ્યાએ ફોન સાથે લઈને જાય છે. લોકો વોશરૂમમાં પણ ફોન વગર રહી શકતા નથી. જમતા, સૂતા, નહાતા, હરતા ફતા ફોન લોકોની આદત બની ગયો છે. આ કારણોસર લોકો માનસિક પરેશાનીનો શિકાર બને છે. અનેક લોકો સવારે ઉઠતાવેંત સૌથી પહેલા ફોન યુઝ કરે છે. અનેક લોકો ઉઠીને બેડ પર જ કલાકો સુધી મોબાઈલ મચેડતા હોય છે. તમે પણ આ પ્રકારના લોકોમાંથી એક છો, તો તમારે તમારી આ આદત સુધારી લેવી જોઈએ. તમારા આરોગ્ય માટે આ આદત ખૂબ જ ખરાબ છે.
ADVERTISEMENT
અનેક લોકો બાજુમાં અથવા માથા પાસે ફોન રાખીને સૂતા હોય છે, જેનાથી નુકસાન થાય છે. મોબાઈલમાંથી જે રેડિએશન નીકળે છે, તેના કારણે કેન્સર સહિત અનેક બિમારીઓ થવાનું જોખમ રહે છે.
ADVERTISEMENT
સવારે ઉઠતાવેંત ફોન યુઝ કરવાથી નુકસાન
તણાવ વઘે છે- અનેક લોકો 8-9 કલાકની ઊંઘ લીધા પછી પણ તણાવનો શિકાર બને છે. જે માટે તમારો ફોન જવાબદાર છે. સવારે ઉઠતાવેંત ચેક કરવાથી તેમાં અનેક એવી વસ્તુઓ હોય છે, જેના કારણે તમે ચિંતામાં મુકાઈ શકો છો. આ કારણોસર નેગેટિવિટી વધવા લાગે છે અને તમને સ્ટ્રેસ ફીલ થાય છે.
પ્રોડક્ટિવિટીમાં ઘટાડો- અનેક વાર તમે જોયું હશે કે, તમે ફ્રેશ હોવા છતાં તમારું કામમાં મન લાગતું નથી અને પ્રોડક્ટિવિટીમાં ઘટાડો થવા લાગે છે. સવારે ઉઠતાવેંત ફોન યુઝ કરવાથી આ પ્રકારે થાય છે.
માનસિક આરોગ્ય પર ખરાબ અસર- સવારે ઉઠીને ફોન જોઈએ તો ઘણી વાર તેમાં નેગેટીવ મેસેજીસ હોય છે. આ કારણોસર તમારો મૂડ અપસેટ થઈ શકે છે અને માનસિક આરોગ્ય પર ખરાબ અસર થાય છે.
વધુ વાંચો: તમારું ઓશીકું પણ બની શકે બીમારીનું કારણ, તકિયાની એક્સપાઈરી ડેટ પહેલા તેને બદલવું જરૂરી
માથાનો દુખાવો- અનેક લોકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. સવારે કલાકો સુધી ફોન યૂઝ કરવાથી માથાનો દુખાવો થાય અને માથુ ભારે ભારે લાગે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.