બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you suffer from hypertension, avoid these 5 foods

હેલ્થ ટિપ્સ / જો તમને હાઈપરટેન્શનની સમસ્યા હોય, તો આ 5 વસ્તુ ખાવાની છોડી દેજો

Published By: Megha

Last Updated: 11:11 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશરના કિસ્સામાં શાકભાજીને હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે. પરંતુ કેટલીક શાકભાજી એવી હોય છે જેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે.

Blood pressure effects: હાઈ બ્લડ પ્રેશર હૃદય માટે એક મોટો ખતરો છે તે આપણે બધા જાણીએ છીએ. આજકાલ મોટાભાગના લોકો હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે. બ્લડ પ્રેશર વધવા પાછળનું કારણ એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે, જેમ કે વધતી ઉંમર અને તણાવ, અનહેલ્દી ખોરાક અને ખરાબ લાઇફસ્ટાઇલ. તે જેનેટિક પણ હોઈ શકે છે. જો હાઈ બ્લડ પ્રેશરની સારવાર ન કરવામાં આવે તો તે ઘણા અંગોને અસર કરી શકે છે.

યુવાનોએ દિનચર્યા બદલવાની જરૂર! દર ચોથો યુવક છે બ્લડ પ્રેશરનો શિકાર, જાણો  બચવાના ઉપાય | World Hypertension Day 2023 know how to control high blood  pressure without medication

એવામાં હાઈ બ્લડપ્રેશરને કારણે હાઈપરટેન્શનની સમસ્યા ઉદભવે છે જેને કારણે હૃદય સંબંધિત બીમારીઓ પણ થાય છે. સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશરના કિસ્સામાં શાકભાજીને હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે. પરંતુ કેટલીક શાકભાજી એવી હોય છે જેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. આ ખાતી વખતે થોડી સાવધાની રાખવી જરૂરી છે. 

પાલક 
પાલક ઉચ્ચ સોડિયમ ગુણોથી ભરપૂર છે. જો કે, પાલક એક એવું શાક છે જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ સારું માનવામાં આવે છે અને તેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ પાલક ખાવાનું ટાળવું જોઈએ. આ કારણે તેમનું હાઈ બ્લડ પ્રેશરનું સ્તર વધુ વધી શકે છે.

યુવાનોએ દિનચર્યા બદલવાની જરૂર! દર ચોથો યુવક છે બ્લડ પ્રેશરનો શિકાર, જાણો  બચવાના ઉપાય | World Hypertension Day 2023 know how to control high blood  pressure without medication

તરબૂચ
તરબૂચમાં સોડિયમની માત્રા વધુ હોય છે. તેથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ તેનાથી દૂર રહેવું જોઈએ. પરંતુ પછી જો તમે તેને ખાવા માંગતા હોવ તો તમે તેને ઓછા સોડિયમવાળા ફળો સાથે મિક્સ કરીને ખાઈ શકો છો.

કાજુ 
કાજુમાં ભરપૂર માત્રામાં કેલરી અને ચરબી હોય છે. તેથી, જે લોકો હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અથવા ઉચ્ચ કોલેસ્ટ્રોલથી પીડાતા હોય તેમને કાજુથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

વધુ વાંચો: ગરમી ગરમી કરી બાળકને ACમાં જ રાખતા હોય તો સાવધાન, માંદગી લેશે ભરડો, કારણો કૂલ

મેથી
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ વધુ સોડિયમને કારણે મેથી ખાવાનું ટાળવું જોઈએ.

ટામેટા સૂપ 
પેકેજ્ડ ટમેટાના સૂપમાં સોડિયમ વધુ હોય છે. તેથી તેને કોઈપણ કિંમતે ટાળવું જોઈએ. પેકેજ્ડ સૂપ અને શાકભાજીમાં ઘણું મીઠું હોય છે. તૈયાર શાકભાજીને બદલે તાજા શાકભાજી ખરીદો અને ઘરે સૂપ બનાવીને પીવો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

High Blood Pressure Symptoms High Blood Prussure high blood pressure effects how to control high blood pressure hypertension હાઈ બ્લડપ્રેશર હાઈપરટેન્શનની સમસ્યા Hypertension

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ