ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / આરોગ્ય / If you feel thirsty often, be careful, somewhere you have become a victim of these diseases

હેલ્થ ટીપ્સ / વારંવાર તરસ લાગે છે તો થઈ જજો સાવધાન, ક્યાંક તમે આ બીમારીઓના શિકાર તો નથી બની ગયા ને?

Published By: Megha

Last Updated: 05:40 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને પણ વધુ પાણી પીવાની આદત છે તો તમે આ બીમારીનો શિકાર હોય શકો છો.

ADVERTISEMENT

  • વધુ પડતી તરસ લાગવી આ બીમારીનું છે લક્ષણ 
  • શરીરમાં પાણીની ઉણપ થાય ત્યારે પણ વધુ તરસ લાગે છે 
  • વધુ પડતું પાણી પીવાથી એક્સ્ટ્રીમ થર્સ્ટનો શિકાર બની શકાય છે 

આપણા શરીરમાં 70 ટકા પાણી હોય છે અને જેટલું વધુ પાણી પીએ તેને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં પાણી વધુ પીવાઇ છે પણ કેટલાક લોકો એવા હોય છે જે દર કલાકે સામાન્ય કરતા વધુ પાણી પીવે છે. અને તેના કારણે એ એક્સ્ટ્રીમ થર્સ્ટનો શિકાર છે. આવી સ્થિતિને મેડિકલ ભાષામાં પોલિડિપ્સિયા (Polydipsia) પણ કહેવામાં આવે છે. 

જો તમને પણ વધુ પાણી પીવાની આદત છે તો તમે આ બીમારીનો શિકાર હોય શકો છો. જો એવું હોય તો તેને હળવાશથી ન લો અને તરત જ ડોક્ટરની સલાહ લો અને જરૂર પડે તો આવી સ્થિતિમાં બ્લડ ટેસ્ટ કરાવો જેથી તમને સમયસર બીમારીની ખબર પડી શકે. જો કે વધુ પડતી તરસ લાગવી એ બીજી બીમારીઓની નિશાની પણ હોય શકે છે.

વધુ પડતી તરસ લાગવી આ બીમારીનું લક્ષણ હોય શકે

ડિહાઈડ્રેશન Dehydration
જો કે આ કોઈ બીમારી નથી પણ તે એક ખરાબ કન્ડિશન છે. ડિહાઇડ્રેશન એ એવી સ્થિતિ છે જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને તેમાં ચક્કર આવવા, માથાનો દુખાવો, ઉલ્ટી, ઝાડા અને નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. 

ડાયાબિટીસ Diabetes
જ્યારે કોઈને પહેલી વખત ડાયાબિટીસ થાય છે, ત્યારે તે બીમારીને ઓળખવી સહેલી નથી. પણ વધુ પડતી તરસ લાગવી એ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે. જ્યારે તમને ખૂબ તરસ લાગે ત્યારે બ્લડ સુગર ટેસ્ટ કરાવવું જોઈએ. 

ડ્રાય માઉથ Dry Mouth
ડ્રાય માઉથ થવા પર થોડી થોડી વારે પાણી પીવાની ઈચ્છા થાય છે. મોઢું ત્યારે સુકાવવા લાગે છે જ્યારે તેની ગ્રંથીઓ યોગ્ય રીતે લાળ બનાવી શકતી નથી. આના કારણે વ્યક્તિને પેઢામાં ચેપ અને મોંમાંથી દુર્ગંધ પણ આવે છે. 

એનેમિયા Anemia
જ્યારે આપણા શરીરમાંથઈ રેડ બ્લડ સેલ્સ ઓછા થવા લાગે ત્યારે એનિમિયાનો રોગ થાય છે. તેને સામાન્ય ભાષામાં લોહીની ઉણપ પણ કહેવાય છે. આવી સ્થિતિમાં પણ વધુ તરસ લાગે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

diabetes helth tips ડિહાઈડ્રેશન વધુ પડતી તરસ લાગવી Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ