hyundai venue has provoked price war in compact suv segment in india
ઑટો /
Hyundai ની આ કારથી ખળભળાટ! દિગ્ગજ કંપનીઓએ SUV પર આપી ઑફર
Team VTV06:06 PM, 28 May 19
| Updated: 09:15 PM, 28 May 19
Hyundai એ તાજેતરમાં જ પોતાની પહેલી કોમ્પેક્ટ SUV Venue ને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી છે. આ કાર આવવાથી સેગમેન્ટમાં હરિફાઇ વઘી છે અને હવે બાકી કંપનીઓ પોતાના SUV મૉડલો પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.
ભારતીય માર્કેટમાં કોમ્પેક્ટ સબ 4 મીટર સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં હરિફાઇ વધતી જઇ રહી છે. Hyundai એ નવી અને ભારતની પહેલી કનેક્ટેડ SUV Venue આવવાથી આ સેગમેન્ટમાં હરિફાઇ વધારે વધતી ગઇ છે. એના લોન્ચિંગના કારણે બાકી કંપનીઓએ પણ પોતાની પ્રોડક્ટ્સને ગ્રાહકો માટે આકર્ષક બનાવવાની સ્પર્ધા વધતી ગઇ છે.
Hyundai મોટર ઇન્ડિયાએ તાજેતરમાં જ પોતાની કોમ્પેક્ટ SUV Venue લોન્ચ કરી છે. ખાસ વાત એ છે કે આ કારને 17000 થી પણ વધારે બુકિંગ મળી ચુક્યુ છે. એનાથી કમાલની વાત એ છે કે કંપનીએ આની કિંમત ભારતીય માર્કેટમાં 6.5 લાખથી લઇને 11.11 લાખ રૂપિયાની વચ્ચે રાખી છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ઑટટો દિગ્ગજ કંપની મારૂતિ સુઝુકી ભારતમાં આ સેગમેન્ટની પોતાની પોપ્યુલર કાર Vitara Brezza ના વેચાણને બચાવવામાં લાગેલી છે. કંપની આ કાર પર 15000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 15000 રૂપિયાની એક્સચેન્જ બોનસ આપી રહી છે. સાથે જ 3000 રૂપિયા સુધી કોર્પોરેટ બોનસ પણ કંપની તરફથી આપવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત દેશની બીજી મોટી ઑટો કંપનીઓમાંથી એક ટાટા મોટર્સ પણ મારૂતિ સુઝુકીની લાઇન પર ચાલી રહી છે અને કંપની Nexon ના પેટ્રોલ અને ડિઝલ વેરિએન્ટ્સ પર 15000 રૂપિયાની એક્સચેન્જ બોનસની સાથે જ 15000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. સાથે જ અહીંયા પણ 3000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
આ જ રીતે ફોર્ડ મોટરની તરફથી EcoSport રેન્જ પર 15000 રૂપિયા સુધીની એક્સચેન્જ બોનસ, 10,000 રૂપિયા સુધીની કેશ ડિસ્કાઉન્ટ અને 5000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ ખાસ કરીને મહાનગરોમાં આપવામાં આવી રહ્યું છે જેમાં દિલ્હી અને મુંબઇ સામેલ છે.