દેશમાં કોમ્પેક્ટ SUVB સેગમેન્ટમાં કંપનીઓ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. Mahindra XUV300ના લોન્ચિંગ સાથે કોમ્પિટિશન વધી ગઇ છે. આ સિવાય આ સેગમેન્ટમાં Maruti Brezza અને Tata Nexon જેવી પૉપ્યુલર SUV પણ શામેલ છે. હવે 4 મીટર SUV સેગમેન્ટમાં કોમ્પિટિશન વધવાની છે. કારણ કે આગામી થોડા મહિનામાં 2 SUV આવવાની છે. જેમાં Hyundai Carlino Styx અને Toyota Brezzaનો સમાવેશ થાય છે.
Hyundai Carlino Styx 17 એપ્રિલ ન્યૂયોર્કમાં શરૂ થનારા ઇન્ટરનેશનલ ઓટો શોમાં લોકો સામે મૂકવામાં આવશે. આ ગ્લોબલ SUV છે જેને ભારત સહિત અન્ય દેશોમાં લોન્ચ કરવામાં આવશે. ભારત સિવાય યુરોપ, અમેરિકા, સાઉથ કોરિયામાં ટેસ્ટિંગ દરમિયાન આ કાર જોવા મળી. આ સબ-કોમ્પેક્ટ એસયુવીને 2016માં ઓટો એક્સપોમાં કાર્લિનો કોન્સર્ટ નામે મૂકવામાં આવી હતી. નવા પ્લેટફોર્મ પર તૈયાર થનારી આ SUV Creta થી નીચેના સેગમેન્ટમાં લોન્ચ થશે. આ જ કારણે આ કારને નાની Creta અથવા બેબી Creta કહી શકાય છે.
લીક થયેલી તસવીરોમાં સ્પષ્ટ થયું છે તે, આ કારમાં પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એલઇડી ડીઆરએલ, એલઈડી ટેલ લેમ્પ્સ, ડ્યૂઅલ ટોન ફિનિશમાં મશીન કટ અલોય વ્હીલ્ઝ, રૂફ ટેલ્સ, હેક્સાગોનલ ફ્રંટ ગ્રિલ અને અગ્રેસિવ બંપર હશે. Hyundaiની આ નવી SUVમાં ડ્યુઅલ ટોન એક્સટીરિયર કલર ઓપ્શન મળશે. Hyundai Carlinoમાં લેધર સીટ્સ, સોફ્ટ ટચ ડેશબોર્ડ, સ્ટીરિંગ માઉન્ટેડ કંટ્રોલ્સ, 8 ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એબીએસ, ઈબીડી, લેન આસિસ્ટ, 6 એરબેગ્સ, સનરૂફ, સ્ટાર્ટ-સ્ટોપ બટન અને કીલેસ એન્ટ્રી જેવા ફિચર હશે. રિયર પાર્કિંગ સેન્સર અને સીટબેલ્ટ રિમાઈન્ડર ફીચર હશે.
એન્જિનની વાત કરીએ તો, સબ-કોમ્પેક્ટ એસયુવી પેટ્રોલ અને ડીઝલ બે એન્જિન ઓપ્શનમાં આવશે. જેમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર ડીઝલ એન્જિન હોઈ શકે છે. પેટ્રોલ એન્જિન 120 PS અને ડીઝલ એન્જિન 115 PS પાવર જનરેટ કરશે. SUVમાં મેન્યુઅલ સિવાય ઓટોમેટિક ટ્રાંસમિશન ઓપ્શન પણ હશે. એપ્રિલમાં વિશ્વસ્તરે ડેબ્યૂ કરનારી આ SUV ભારતમાં મે 2019માં લોન્ચ થશે. આ Hyundai પ્રથમ સબ 4 મીટર SUV હશે, જેની કિંમત 8-12 લાખની રેન્જ હશે.