ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Food and Recipe / How To Use Soan Papdi For Making New Dish

વાનગી / દિવાળીમાં ઘરે બાકી રહી છે સોનપાપડી, આ રીતે ઉપયોગ કરી વધારી દો સ્વાદ

Published By: Juhi

Last Updated: 04:41 PM, 2 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પૂરી થઇ, રાબેતા મુજબ ઑફિસ-ધંધા શરૂ થઇ ગયા, પરંતુ હજુ સુધી દિવાળીની અસર જોવા મળી રહી છે, કામમાં સુસ્તી અને રોડ પર ઓછો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. દિવાળીમાં ઘરના લોકો તથા મહેમાનોની માટે ચોક્કસથી નાસ્તા અને મિઠાઇઓ બનાવી હશે અથવા તો કોઇએ આપ્યુ હશે. એવામાં જો નાસ્તાઓ કે મિઠાઇ બાકી રહી ગયા હશે તો તમને વિચાર આવશે કે આનું કરવુ શું?

ADVERTISEMENT

જો તમારે ઘરે મિઠાઇમાં સોનપાપડી છે તો અમે તમને જણાવીએ કે ઘરે જ અલગ-અલગ વાનગી બનાવવામાં તેનો ઉપયોગ કરી શકો છો. 

- સોનપાપડીને ક્રશ કરીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરને દૂધ સાથે ભેળવીને ગઠ્ઠ બનાવો. જો તમે ઇચ્છો તો આ મિશ્રણમાં માવો પણ મિક્સ કરી શકો છો. હવે આ મિશ્રણને એક ટ્રેમાં સેટ થવા માટે અડધા કલાક માટે મૂકી દો. આ પછી તમે ઇચ્છો તો પીસમાં કટ કરીને ખાઇ શકો છો. 

- દિવાળીમાં બાકી રહેલી સોનપાપડીને સૌથી સારો ઉપયોગ કરવો હોય તો ખીર બનાવી લો. ખીર બનાવવા માટે સોનપાપડીને ક્રશ કરી લો અને દૂધમાં મિક્સ કરીને તેમાં ડ્રાયફ્રૂટ નાખી દો, તો તૈયાર છે ખીર. 

- આ સિવાય તમે સોનપાપડીમાંથી કસ્ટર્ડ પણ બનાવી શકો છો. આ બનાવવા માટે એક પેનમાં 1 લિટર દૂધ, 200 ગ્રામ સોનપાપડી, થોડો કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ તૈયાર કરીને જરૂર મુજબ ખાંડ નાખીને કસ્ટર્ડ બનાવી શકો છો. 

- સોનપાપડી, ઇલાયચી અને ડ્રાયફ્રૂટસને ગ્રાઇન્ડરમાં મિક્સ કરીને પાઉડર બનાવી લો. આ પાવડરને કાચના કન્ટેનરમાં ભરીને રાખી દો, સમય-સમય પર દૂધમાં મિક્સ કરીને મહેમાનોને આપી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

DIwali 2019 lifestyle વાનગી સોન પાપડી recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ