બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / How to make testy khichdi, recipe is here
સામગ્રી
તુવેરની દાળ- 1 કપ
ચોખા- 2 કપ
આદું- લસણની પેસ્ટ
1 બટાકુ
1 ડુંગળી ઝીણી સમારેલી
1 ટામેટુ ઝીણું સમારેલું
શીંગ- 50 ગ્રામ
100 ગ્રામ વટાણા
10 કળી લસણ
તજ - લવિંગ
લાલ સૂકાં મરચાં
હળદર, મરચું
ગરમ મસાલો
રાઇ, જીરું
તેલ અને ઘી 3 ચમચા
જરૂરીયાત અનુસાર પાણી
ADVERTISEMENT

બનાવવાની રીત:
સૌ પ્રથમ દાળ અને ચોખાને ધોઈને 1 કલાક પલાળી રાખો. ત્યારબાદ કૂકરમાં તેલ અને ઘી બંને સરખા પ્રમાણમાં લઈ ગરમ કરો, પછી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, બટેકા ટામેટા, આદું- લસણની પેસ્ટ, લીમડો અને વટાણા ઉમેરી 2-3 મિનિટ સાંતળો. પછી તેમાં દાળ-ચોખા ઉમેરી 15 મિનિટ રહેવા દો. પછી તેમાં લગભગ 5 કપ જેટલું પાણી રેડી કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી કૂક કરો. કૂકર ઠંડુ પડે એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી કઢી કે મસાલા છાશ અને પાપડ સાથે ગરમા ગરમ સર્વ કરી આ મસાલેદાર રજવાડી ખીચડીની મજા માણો. જો લીલા વટાણા ન મળે તો સૂકા વટાણાને પાણીમાં પલાળી રાખી તેનો ઉપયોગ કરી શકો છો. કારણ કે મસાલા ખીચડીમાં વટાણા સ્વાદને બમણો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.