બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / How to make shakkarpara without frying

રેસિપી / તળ્યા વગર આજે જ ઘરે આવી રીતેબનાવો હેલ્ધી શક્કરપારા

Published By: vtvAdmin

Last Updated: 03:37 PM, 3 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શક્કરપારા તો નામ બધાએ સાંભળ્યું જ હશે. આ એક એવો નાસ્તો છે જે દરેક લોકોને ભાવે. સુકા ફરસાણ તરીકે નાસ્તામાં શક્કરપારાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. શક્કરપારા મીઠા, ખારા કે મસાલાવાળા એમ અલગ અલગ સ્વાદમાં બનાવી શકાય છે. પરંતુ કેટલાક લોકોને તળેલા નાસ્તા ઓછા ભાવતા હોય છે. તો ચલો આજે અમે જણાવીએ તળ્યા વગર કેવી રીતે બનાવશો શક્કરપારા

સામગ્રી
2 કપ મેંદો
1/2 કપ દૂધ
1/2 કપ ખાંડ
1/2 કપ તેલ
1/2 ચમચી મીઠું

બનાવવાની રીત: એક તપેલીમાં તેલ, ખાંડ, દૂધ અને મીઠું લઈ ઘીમા તાપે ગરમ કરો. સહેજ ઠંડુ થાય એટલે તેમાં જરૂર મુજબ મેંદો ઉમેરી કણક બાંધી ઢાંકીને 2 કલાક સુધી રાખી મુકો. ત્યારબાદ ઓવનને 350 F પર પ્રિ-હીટ કરી રાખો. પછી લોટના સરખા લુઆ બનાવી રોટલો વણી કટર કે છરીથી શક્કરપારા કાપી લો. 

બેકિંગ શીટમાં સિંગલ લેયર રાખી 10 મિનીટ માટે બેક કરી લો. બહાર કાઢી જેટલી ઝડપથી બને એટલી ઝડપથી બધા શક્કરપારા ફેરવી 5-7 મિનીટ ફરી બેક કરો. તઈ જાય એટલે ઓવનમાંથી કાઢી ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

સંકળાયેલા મુદ્દાઓ

Recipe lifestyle shakkarpara મેંદો શક્કરપારા recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ