બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / How to Make Kesar-Pista Kulfi from Bread
કુલ્ફી બનાવવા માટેની સામગ્રી
દૂધ- 1 લીટર
બ્રેડ સ્લાઇસ- 4
પિસ્તા- 2 ચમચી
ખાંડ- 100 ગ્રામ
નાની ઇલાયચી- 4
કેસર
ADVERTISEMENT

બનાવવાની રીત: એક મોટા વાસણમાં દૂધ લઈને ગરમ કરો. ઉભરો આવ્યા બાદ એક કપ દૂધ અલગ કાઢી લો, બચેલું દૂધ અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો. થોડી થોડી વારે દૂધને હલાવતા રહો જેથી દૂધ વાસણમાં નીચે ચોંટી ન જાય. દૂઘ ઘટ્ટ થઇ જાય એટલે તેને ઉતારીને ઠંડુ કરી લો. બ્રેડ સ્લાઇસની ચારે તરફથી કિનારી કાપી લો. વધેલા એક કપ દૂધમાં કેસર નાંખી હલાવો. હવે ઘટ્ટ થયેલા દૂધમાં બ્રેડ તોડીને નાંખો અને ખાંડ સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી મિક્સ કરો. કેસરવાળું દૂધ, ઇલાયચી પાવડર અને પિસ્તા મિક્સ કરો. કેસર પિસ્તા કુલ્ફી જમાવવા માટે મિશ્રણ તૈયાર છે. તેને આઇસક્રીમ મોલ્ડ કે અન્ય કોઈ વાસણમાં જમાવો. આ કુલ્ફીને નાના માટલા કે નાની વાટકીઓમાં પણ જમાવી શકો છો. આ કુલ્ફીને જામવામાં લગભગ 4-8 કલાકમાં જામી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.