બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / How To Make Farali Batakavada At Home
ફરાળમાં તમે ખીર, સુકીભાજી અને રાજગરાની પૂરી અને શીરો તો ખાતા જ હશો. તો હવે અમે તમારા માટે નવો વિકલ્પ લઇને આવ્યા છીએ અને તે છે ફરાળી બટાકાવડા.
ADVERTISEMENT
સામગ્રી:
2 નંગ બાફેલા બટાકા
એક ચમચી લીલા મરચા
1 ચમચી લીંબુનો રસ
સ્વાદનુસાર મીઠુ
એક ચમચી કોથમીર
એક કપ રાજગરાનો લોટ
પાણી
ADVERTISEMENT
બનાવવાની રીત:
ફરાળી બટાકાવડા બનાવવા માટે સૌથી પહેલા બાફેલા બટાકાને એક બાઉલમાં મેશ કરી લો. હવે તેમાં બારીક સમારેલા લીલા મરચા, લીબૂંનો રસ, સમારેલી કોથમીર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લો અને હવે આ મિશ્રણમાંથી નાની-નાની ગોળાઓ વાળી લો.
એક બાઉલમાં એક કપ રાજગરાનો લોટ, તેમાં ચપટી મીઠું ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં પાણી ઉમેરી બટાકાવડા માટેનું ખીરું તૈયાર કરી લો. આ ખીરાંમાં ચપટી ખાવાનો સોડા ઉમેરો, જેનાથી બટાકાવડા વધારે ક્રિસ્પી બને.
ADVERTISEMENT
એક પેનમાં તેલ ગરમ મૂકી દો. તેલ ગરમ થાય એટલે બટાકાની ગોળાને રાજગરાના તૈયાર કરેલા ખીરામાં ઉમેરીને તળી લો. બટાકાવડા ક્રિસ્પી થાય એટલે તેને બહાર કાઢી, ગરમાગરમ સર્વ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.