ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / how to apply baal aadhaar why its necessary for children

તમારા કામનું / તમારા બાળકનું પણ આધાર કાર્ડ ન હોય તો આ જાણી લેજો, નહીંતર બરાબરના ફસાઈ જશો

Published By: Arohi

Last Updated: 04:12 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં નાના બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવવું જરૂરી થઈ ગયું છે. તો જો તમે અત્યાર સુધી આ આધાર કાર્ડ નથી બનાવ્યું તો હવે બનાવી લો નહીં તો તમે અને તમારૂ બાળક ઘણી મુશ્કેલીમાં ફસાઈ શકે છે.

ADVERTISEMENT

  • તમારા બાળક માટે જરૂરી 
  • ન બનાવ્યું હોય તો તરત બનાવી લો બાલ આધાર 
  • નહીં તો ફસાઈ શકો છો મોટી મુશ્કેલીમાં 

આધાર કાર્ડ હાલના સમયમાં સૌથી જરૂરી ડોક્યુમેન્ટ છે. આધાર દરેક વસ્તુ માટે જરૂરી બની ગયું છે પછી તે બાળક હોય કે વૃદ્ધ. આધાર કાર્ડ ફક્ત એક ઓળખ પત્ર નથી. પરંતુ તેના દ્વારા તમે ઘણા પ્રકારની સરકારી યોજનાઓનો પણ લાભ ઉઠાવી શકો છે. જણાવી દઈએ કે ભારતમાં નાના બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવવું જરૂરી થઈ ગયું છે. તો જો તમે અત્યાર સુધી આ આધાર કાર્ડ નથી બનાવ્યું તો હવે બનાવી લો નહીં તો તમે અને તમારૂ બાળક ઘણી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. 

Baal Aadhaar બનાવવાના ફાયદા 
બાલિક હોવા સુધી બાળકોને ન તો ડ્રાઈવિંગ લાઈન્સન્સ બની શકે છે અને ન તો વોટર આઈડી. આવી સ્થિતિમાં બાળકોની ઓળખ એક જ દસ્તાવેજ દ્વારા કરાવી શકાય છે અને તે છે આધાર કાર્ડ. 

જો તમે બાળકનું આધાર કાર્ડ બનાવી લીધુ છે તો આ સરકારી સંસ્થાનોમાં તમારા કામ આવશે સાથે જ ખાનગી સંસ્થાનોમાં પણ બાળકની ઓળખના મામલામાં તેનો સ્વીકાર કરવામાં આવી શકે છે. બાળકના બેન્ક ખાતા માટે પણ આધાર જરૂરી છે. તેની સાથે જ બાળકના એડમિશન માટે પણ આધાર જરૂરી છે. 

Baal Aadhaar બનાવવાની રીત 
બાળકોના આધાર કાર્ડના મામલામાં જરૂરી દસ્તાવેજોની બે શ્રેણી બનાવવામાં આવી છે. પહેલી શ્રેણીમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રાખવામાં આવ્યા છે જ્યારે બીજી શ્રેણીમાં 5થી 15 વર્ષ સુધીના બાળકોનું આધાર કાર્ડ બનાવવામાં આવે છે. 5 વર્ષથી ઓછી ઉંમપના બાળકનું આધાર બાળકના બર્થ સર્ટિફિકેટ, હોસ્પિટલની તરફથી જાહેર કરવામાં આવતા ડિસ્ચાર્જ કાર્ડ અથવા પરચીથી બની જાય છે. 

માતા અથવા પિતામાંથી કોઈ એક અભિભાવકના આધાર કાર્ડ જોઈએ છે જ્યારે પણ બાળકનું આધાર બનાવવામાં આવે તો દસ્તાવેજની ઓરિજનલ કોપી પણ સાને લઈને આવો. જો બાળક 5થી 15 વર્ષની વચ્ચેનું છે તો બર્થ સર્ટિફિકેટ. બાળકના નામ પર કોઈ પણ આઈડી કાર્ડ જેવા કે સ્કૂલ આઈડી કાર્ડ. સ્કૂલ આઈડી કાર્ડના ઉપરાંત સ્થાનીક એડ્રેસનું પ્રૂફ જરૂરી છે. માતા-પિતાનું આધાર હોવું જરૂરી છે. ત્યાર બાદ બાળકનો પાસપોર્ટ સાઈઝ ફોટો હોવો જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Baal Aadhaar Card Children necessary બાળ આધાર કાર્ડ baal aadhaar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ