ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
તરસ લાગવી શરીરની સ્વાભાવિક પ્રક્રિયા છે. તેનો અર્થ એ છે કે શરીરનું મિકેનિઝમ યોગ્ય રીતે ચાલી રહ્યુ છે. વધુ પાણી પીવું હંમેશા ફાયદાકારક હોય તે જરુરી નથી. ઘણી પરિસ્થિતિઓમાં તે નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે.
જરૂર મુજબ પાણી પીવું જોઇએ
ADVERTISEMENT
પાણી હંમેશા તમારા કામ મુજબ પણ પીવાવું જોઇએ. કામને અનુરુપ તરસ લાગતી હોય છે. જો કોઇ વ્યક્તિ એસીમા બેસીને કામ કરતી હોય તો તે વ્યક્તિને ઓછી તરસ લાગે છે. જો કોઇ વ્યક્તિ ગરમીમાં કામ કરતી હોય કે મહેનત મજુરીનું કામ હોય તો તેને વધુ તરસ લાગે છે. પાણી શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે. જ્યારે પણ તરસ લાગે ત્યારે પાણી પી લેવું જોઇએ. વાતાવરણ પ્રમાણે પણ તરસ વધે અને ઘટે છે. ગરમીમાં યુરિન ઓછુ બને છે. પરસેવાનું બાષ્પીભવન થવાથી આમ થાય છે.
હાર્ટના દર્દીઓએ ઓછુ પાણી પીવું
ADVERTISEMENT
એક વાર હાર્ટ એટેક આવ્યો હોય કે હાર્ટની અન્ય કોઇ બીમારી હોય તેવા દર્દીઓને વધુ પડતુ પાણી પીવાથી કિડની પર લોડ પડે છે. આ પાણી ફેફસામાં જઇ શકે છે. મહિલાઓમાં પીરિયડ્સ દરમિયાન હોર્મોન્સ લેવલ બદલાવાથી પણ વોટર રિટ્રેશન થાય છે.ચિડચિડિયાપણુ, સોજો અને વજન વધી શકે છે. તેમણે પણ જેટલી જરુર હોય તેટલું જ પાણી પીવું જોઇએ.
.jpg)
ADVERTISEMENT
માત્ર આઠ ગ્લાસ નહીં, જરુરિયાત મુજબ પાણી પીવો
સામાન્ય રીતે આઠ ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જરુરિયાત અનુસાર તેનાથી વધુ પાણી પી શકાય છે. નારિયેલ પાણી, શિકંજી કે લીંબુ શરબત પણ પી શકાય છે. નારિયેલ પાણીનો એક સારો સ્ત્રોત છે.
ADVERTISEMENT
ઘરની બહાર હો તો સમયે સમયે લિક્વીડ લેતા રહો. ઓછી તરસ લાગતી હોય તો ડોક્ટરની સલાહ લો. આ સિવાય જો તમારે રાત્રે બેથી વધુ વખત યુરિન જવા માટે ઉઠવુ પડતુ હોય તો તે પણ બિમારીનું લક્ષણ છે. આ માટે પણ તમારે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT