ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:46 PM, 8 September 2025
ADVERTISEMENT
આપણે રાતમાં આકાશમાં ચમકતા તારા જોઈએ છીએ, તેને જોઈને જિંદગીમાં એક વાર તો સવાલ આવ્યો હશે કે, આકાશમાં તારાની સંખ્યા કેટલી હશે? બાળકો આ સવાલ કરતા વધુ જોવા મળે છે. પરંતુ આ સવાલનો ઠોસ જવાબ કોઈની પાસે નથી હોતો. બચપણમાં પણ જ્યારે સાયન્સની બુકમાં બ્રહ્માંડ વિશે ભણવાનું આવતું તેમાં પણ આ સવાલનો જવાબ નથી.
ADVERTISEMENT
આ સવાલનો જવાબ શોધવા વૈજ્ઞાનિકો લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ તેનો જવાબ શોધી કાઢ્યો છે, જે તમને પણ આશ્ચર્યચકિત કરશે. ઘણા સમય પહેલા એક પ્રખ્યાત અમેરિકન વૈજ્ઞાનિક કાર્લ સગને કહ્યું હતું કે, "આકાશમાં તારાઓની સંખ્યા પૃથ્વી પર રહેલી રેતીના દરેક કણ કરતાં વધુ છે." તમે ખાલી વિચારો કે, આપણે માત્ર મુઠ્ઠીમાં જ્યારે રેત લઈએ છીએ તેમાં કેટલા બધા કણ હોય છે? ત્યારે સવાલ થાય કે, પૃથ્વીના રેતના કણ બરોબર તારાની સંખ્યા કેવી રીતે હોઈ શકે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે કાર્લ સગન સાચા હતા.
ADVERTISEMENT
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) ના ગણિતશાસ્ત્રીઓએ એક ખાસ ગાણિતિક સૂત્ર બનાવ્યું છે, જેમાં અંદાજો લગાવવામાં આવ્યો છે કે, બ્રહ્માંડમાં કેટલા તારા હોઈ શકે છે. તેમને ગણતરી નથી કરી, પરંતુ તેમને અત્યાર સુધી જોવામાં આવેલા તારાઓના આધારે ગણતરી કરી છે. આ ગણતરી મુજબ, બ્રહ્માંડમાં સેંકડો અબજો તારાઓ છે. આપણા સૂર્ય અને પૃથ્વીની માફક દરેક તારાની આસપાસ એક કે તેના કરતાં વધુ ગ્રહો ફરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
અનેક લોકોને એ સવાલ થતો હોય છે કે, આ યુનિવર્સમાં માત્ર આપણી પૃથ્વી પર જ જીવન છે? તેના જવાબમાં વૈજ્ઞાનિકો કહે છે ના. જ્યારે આટલા બધા ગ્રહો છે ત્યારે ક્યાંકને ક્યાંક જીવન માટે યોગ્ય પરિસ્થિતિઓ હશે જ. કદાચ ભવિષ્યમાં માણસ એવા ગ્રહો પર પહોંચી શકશે જ્યાં જીવન શક્ય હશે, કે પછી ત્યાં કોઈ રહી રહ્યું હશે. આ બધી બાબતો હવે માત્ર કલ્પનાઓ નથી રહી, પરંતુ વિજ્ઞાન ધીમે ધીમે તેની ખોજ પણ કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT