બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / How far is the polling station from your house Its information will be available online check like this
Last Updated: 05:06 PM, 13 April 2024
મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા 16 માર્ચના રોજ લોકસભા ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. જો તમે તમારા વિસ્તારમાં મતદાન કરવા માટેના પોલિંગ બુથ વિશે માહિતી જાણવા માંગતા હોવ અને પોલિંગ બુથ ઓફિસર વિશે માહિતી જોઈતી હોય, તો તમે ઓનલાઈન મેળવી શકો છો.
ADVERTISEMENT
જો વોટિંગ કરતા પહેલા તમને ખબર પડે કે તમારું પોલિંગ બૂથ ઘરથી કેટલું દૂર છે, તો ઘણું સારું રહેશે. આ માહિતી ચૂંટણીના દિવસે તમારો સમય બચાવશે અને તમે ઝડપથી મત આપી શકશો. તો ચાલો જાણીએ કે તમારા પોલિંગ બૂથ અને પોલિંગ ઓફિસરના સ્થાન વિશેની માહિતી ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય છે.
ADVERTISEMENT
તમે 18 વર્ષના થાઓ, ત્યારે તમને મત આપવાનો અધિકાર મળે છે. આ પછી તમારું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવે છે અને તમારું મતદાર કાર્ડ જિલ્લા ચૂંટણી કેન્દ્ર પરથી બને છે. મતદાર કાર્ડમાં તમારું કાયમી સરનામું હોય છે, જેના આધારે તમારા વોર્ડ વિશેની માહિતી ઉપલબ્ધ હોય છે. આ તમામ વિગતોની મદદથી તમે મતદાનના દિવસે તમારા પોલિંગ બુથને શોધી શકો છો.
પોલિંગ બૂથ શોધવા માટે, તમારે વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરવી પડશે, જ્યાં તમે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમારું પોલિંગ બૂથ શોધી શકો છો. વોટર હેલ્પલાઇન એપ iOS યુઝર્સ માટે એપ સ્ટોર અને Android યુઝર્સ માટે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, જ્યાંથી તમે આ એપ ડાઉનલોડ કરી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ચૂંટણી પંચે તમારા વિસ્તારના પોલિંગ બુથની માહિતી આપવા માટે એક પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ પર તમે કેટલાક સરળ પગલાંઓ અનુસરીને તમારું પોલિંગ બુથ શોધી શકો છો. જો તમને મતદાન દરમિયાન કોઈ અસુવિધાનો સામનો કરવો પડે છે, તો તમે ચૂંટણી પંચની વેબસાઈટ અને એપ પર જઈને તેની ફરિયાદ કરી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.