ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / Honda Motorcycle And Scooter India Recalls 50034 Units Of Four Models To Rectify Front Brake
ADVERTISEMENT
Honda મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા ( HMSI ) એ ચાર મોડલના 50,034 વાહનો રિકોલ કર્યાં છે. કંપનીનું અત્યાર સુધીનો સૌથી મોટુ રિકોલ માનવામાં આવી રહ્યુ છે.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર, આ તમામ મોડલ્સને 4 ફેબ્રુઆરીથી 3 જુલાઇની વચ્ચે બનેલાં એવિએટર (DISC), એક્ટિવા 125 (DISC), ગ્રેઝિયા (DISC) અને CB શાઇન (સેલ્ફ-DISC) CBS (કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ) છે. પરત મંગાવેલા મોડલ્સની વાત કરવામાં આવે, તો તેમાં એવિએટર ( ડિસ્ક), એક્ટિવા 125 ( ડિસ્ક), ગ્રેજિયા (ડિસ્ક) અને સીબી શાઇન (સેલ્ફ એન્ડ ડિસ્ક) CBS વેરિયન્ટ્સ શામેલ છે.
કેમ પરત મંગાવવામાં આવી ગાડીઓ?
ADVERTISEMENT
વાસ્તવમાં કંપની દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ફ્રંટ બ્રેક માસ્ટર સિલિન્ડરમાં ખામી હોવાને કારણે આગળના વ્હીલ્સનાં રોટેશનમાં તકલીફ પડી શકે છે. તે જામ પણ થઈ શકે છે. તેથી, સાવચેતીપૂર્વક આ વાહનોની તપાસ કરવામાં આવશે.
જો જરૂરી હશે તો ભાગ પણ બદલવામાં આવશે. આ માટે ગ્રાહકો પાસેથી કોઈ શુલ્ક લેવામાં નહીં આવે. કંપનીએ ડીલર્સ દ્વારા ગ્રાહકોને માહિતી આપવાનું શરૂ કર્યું છે.
ADVERTISEMENT
આ પહેલા Honda કાર્સે હોન્ડા જેઝ. હોન્ડા સિટી, સીઆર-વી, સિવિક અને અકોર્ડની 5088 કારની ફ્રન્ટ એરબેગ્સ ઇનફ્લેટર્સને લઇને ફરિયાદો મળી હતી. આ ગાડીઓ 2003થી 2013ની વચ્ચે બનાવવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો