બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / honda-activa-i-updated-2018-scooter-model-launched-know-price-specs-updates-and-new-features

NULL / ભારતમાં લોન્ચ થયું Honda Activaનું ન્યૂ વર્ઝન જાણો કિંમત અને ફિચર્સ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારતમાં Activa 5G અને Activa 125નું અપડેટેડ મૉડલ લોન્ચ કર્યા પછી Honda મોટરસાઇકલ  એંડ સ્કૂટર ઈંડિયાએ એક્ટિવાનું ત્રીજું વેરિયંટ Activa iને અપડેટ કરીને લોન્ચ કર્યું છે. Activa iની અપડેટેડ વર્ઝનની કિંમત 50010 રૂપિયા રાખવામાં આવી છે જેમાં થોડી અપડેટ કરવાની સાથે જ કેટલાક ફિચર્સ જોડવામાં આવ્યા છે.  

Honda Motorcycle & Scooter India એ Activa i  સ્કૂટરના ગ્રાફિક્સ મેટલ મફલર પ્રોટેક્ટરથી અપડેટ કર્યા છે જેમાં નવા ફ્રન્ટ હુક અને બૉડી કલર્ડ રિયર વ્યૂ મિરર કેપ્સ આપવામાં આવ્યા છે. ઇન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટરમાં પણ ડ્યૂલ ટોન ટ્રીટમેન્ટથી અપડેટ કરવામાં આવી છે. એટલું જ નહી Activa i ના અપડેટેડ વર્ઝનમાં ફોર ઇન વન લૉક છે જે સીટ ઑપનિંગની સાથે આવે છે. પહેલીવાર Hondaએ આ સુવિધા ગ્રાસિયોમાં આપી હતી. આમાં જે સૌથી આકર્ષક ફીચર આપવામાં આવ્યું છે તે છે અંડર સીટ મોબાઈલ ચાર્જર. આ ફીચર લેવું કે ન લેવું તેનો ઓપ્શન ગ્રાહક પાસે છે. 

Hondaના Activa i સ્કૂટરના કલરમાં પણ અપડેટ કરવામાં આવી છે. આ 2 નવા રંગો Candy Jazzy Blue અને Mat Axis Grey Metallicમાં અવેલેબલ છે. આ પહેલાના વર્ઝન  Lush Magenta Metallic Orchid Purple Metallic અને  Imperial Red મેટેલિક રંગોની સાથે આવે છે. અપડેટ વર્ઝનમાં  ઑરેન્જ મેટાલિક અને લાલ રંગ બંધ કરી દેવામાં આવ્યા છે. 

2018 Activa i માં BS4 માપદંડની સાથે 109.19 CC સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન છે. આ એન્જિન 7000 RPM પર 8 BHPનો પાવર અને 5500 RPM પર 8.94 ન્યૂટન મીટર ટૉર્ક જનરેટ કરે છે. એન્જિન મેટ્રિક ટ્રાંસમિશન યૂનિટ આપાવામાં આવ્યું છે. Hondaનો દાવો છે કે આ સ્કૂટર વધુમાં વધુ 83 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. 

આ મોડલના બંને ટાયરમાં સ્પ્રિંગ લોડેડ હાઈડ્રોલિક ટાઈપ સસ્પેંશન અપાયું છે. બંને કિનારી પર સ્ટીલ વ્હીલ્ઝ અને ડ્રમ બ્રેક્સ છે જેમાં CBS (કંબાઈડ બ્રેકિંગ સિસ્ટમ) છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ