ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / home remedies which protect your skin from pollution

ઉપાય / રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવી દો આમાંથી કોઇ એક વસ્તુ, રાતોરાત જોવા મળશે તમારી સ્કીનમાં જાદુ

Published By: Krupa

Last Updated: 12:46 PM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો પોતાની સ્કીનમાં નિખાર લાવવા માટે જાતભાતની બજારમાં મળતી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત એ પ્રોડક્ટ્સની આડઅસર જોવા મળે છે. એવામાં આજે અમે તમને જણાવીએ કે બહાર બજારમાં મળતી મોંઘી પ્રોડક્ટ્સથી દૂર રહીને તમે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

ADVERTISEMENT

  • પ્રદૂષણના કારણે ચહેરા પર ઘણાં હાનિકારક કણો અને ધૂળ એકઠી થાય છે
  • સ્કીનમાં તેજ લાવવા માટે લીલી ચા ખૂબ જ ફાયદાકારક છે

પ્રદૂષણથી બચવા માટે વ્યક્તિ હંમેશા બહાર નિકળતી વખતે મોઢાને કવર કરે છે. પરંતુ તેમ છતાં તેઓ પ્રદૂષણથી બચી શકતા નથી અને ફેસ એમનો બગડી જાય છે. ત્યારે આજે અમે તમને કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ. જેનો ઉપયોગ કરીને તમે રાતોરાત સ્કીન નિખારી શકશો. 

લીલી ચા ફાયદાકારક છે 
તમે સાંભળ્યું જ હશે કે ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ તે સુંદરતામાં પણ સુધારો કરી શકે છે. આ માટે ગ્રીન ટીને પીસી લો અને તેમાં થોડું પાણી ઉમેરો. હવે તેને રાત્રે સુતા પહેલા કોટન વડે ચહેરા પર લગાવો અને સવારે ઉઠીને ચહેરો પાણીથી ધોઈ લો. તે સવાર તમારા ચહેરામાં ગજબનું તેજ દેખાશે.

એલોવેરા જેલ છે ગુણકારી
એલોવેરાનો પલ્પ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને લગાવવાથી ચહેરાના ડાઘ ધીમે ધીમે ઓછા થઈ જાય છે. રાત્રે સુતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરો. ત્યારબાદ એલોવેરા જેલ કાઢી લઈને ચહેરા પર લગાવો. સવારે ઉઠ્યા પછી ચહેરાને પાણીથી ધોઈ લો. થોડા દિવસો સુધી આમ કરો. તફાવત તમે જાતે જ અનુભવી શકશો.

ખાંડ અને લીંબુનો સ્ક્રબ
પ્રદૂષણના કારણે ચહેરા પર ઘણાં હાનિકારક કણો અને ધૂળ એકઠી થાય છે, જેના કારણે ચહેરો ધીરે ધીરે નિસ્તેજ બનતો જાય છે. તેથી, દર અઠવાડિયે ચહેરાને સ્ક્રબિંગ કરવાની આદત પાડો. ચહેરાને સ્ક્રબ કરવા માટે તમે ખાંડ અને લીંબુનો સ્ક્રબ પણ બનાવી શકો છો. 2 ચમચી ખાંડ અને 1 લીંબુ કાપીને તેનો રસ નીચવી લો. હવે તેને હથેળી પર લઈને ચહેરા પર મસાજ કરો. આમ કરવાથી, મૃત ત્વચા નીકળી જશે અને રંગ પણ નીખરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips Home Remedies Skin lifestyle ઘરેલૂ ઉપાય પ્રદૂષણ Home Remedies

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ