બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'ચાહે પરિસ્થિતિ ગમે તેવી હોય...', 22,50,90,10,108ની મિલકત પત્નીના નામે કરી આ હોલિવુડ સ્ટારે
Last Updated: 11:02 AM, 31 January 2025
હોલીવુડ સ્ટાર જેટ લીએ પરિણીત અને અપરિણીત બંને લોકો માટે એક સરસ બેન્ચમાર્ક ઉદાહરણ સેટ કર્યું છે. વાસ્તવમાં અભિનેતાએ તેની 200 મિલિયન ડોલર એટલે કે લગભગ 2250 કરોડ રૂપિયાની સંપત્તિ તેની પત્ની નીના લી ના નામે કરી દીધી છે. 37 વર્ષના સુખી લગ્નજીવન બાદ જેટ લીનો આ નિર્ણય તેની પત્ની પ્રત્યે તેનો પ્રેમ, બલિદાન અને સમર્પણનું પ્રતિક છે. આ નિર્ણય વિશે વાત કરતા જેટ લીએ કહ્યું કે તેમની પત્ની હંમેશા તેમની સાથે ઉભી રહી છે, ભલે ગમે તે પરિસ્થિતિ હોય. જ્યારે તેના જીવનમાં મુશ્કેલ સમય આવ્યો, ત્યારે પણ તે તેની પડખે ઉભી રહી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
જેટ લીના આ નિર્ણયનું કારણ શું?
અભિનેતા જેટ લી એ કહ્યું હતું કે આ નિર્ણય તેનો તેની પત્નીના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક મધ્યમ છે. તેની પત્ની નીના લી એક સમયે મિસ એશિયા હતી અને તેણે પોતાના પરિવાર અને પતિ માટે પોતાના કરિયરનો ત્યાગ કર્યો અને ઘરની જવાબદારી સાંભળી જેથી અભિનેતા તેના કરિયર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે અને આજ કારણે તે સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચી શક્યો. જેટ લીએ કહ્યું કે તેમને તેમની પત્ની પર અતૂટ વિશ્વાસ છે. એટલા માટે તેણે કોઈ પણ ડર કે ખચકાટ વગર આ નિર્ણય લઈ શક્યો.
ADVERTISEMENT
વધુ વાંચો: અક્ષયની સ્કાય ફોર્સે 100 કરોડનો આંકડો વટાવી દીધો, જાણો સાતમાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

ADVERTISEMENT
કરિયર છોડીને ફેમિનીને બનાવ્યું કેન્દ્ર
અભિનેતા જેટ લીએ જણાવ્યું તેમ કે નીના લી માત્ર મિસ એશિયા જ નહીં પણ ખૂબ સફળ અભિનેત્રી હતી અને તેણે કરિયરના પિક પર આવીને જેટ લીનો પરિવાર સાંભળવા માટે તેનું કરિયર છોડી દીધું અને લગ્ન પછી તે ઘર અને પરિવારમાં સમર્પિત થઈ ગઈ, તેણે એક પરફેક્ટ પાર્ટનર તરીકે જેટ લીની બધી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. કોઈપણ વ્યક્તિ માટે પોતાની કારકિર્દી છોડીને પરિવાર પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવું સરળ નથી પણ નીના લી એ તેના પતિ અને પરિવારની ખુશી પ્રાધાન્ય આપતા જેટ લી એ તેની તમામ સંપત્તિની હકદાર તેની પત્નીને ગણાવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.