ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અક્ષયની સ્કાય ફોર્સે 100 કરોડનો આંકડો વટાવી દીધો, જાણો સાતમાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

મનોરંજન / અક્ષયની સ્કાય ફોર્સે 100 કરોડનો આંકડો વટાવી દીધો, જાણો સાતમાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

Last Updated: 09:51 AM, 31 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારની સ્કાય ફોર્સને રીલીઝ થયે આજે 7 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મને ધીરે ધીરે બોક્સ ઓફિસ પર તેની પકડ બનાવી રહી છે. ઓડિયન્સને અક્ષય અને વીરની ફિલ્મ પસંદ આવી રહી છે અને 100 કરોડ ક્લબ તરફ આગળ વધી રહી છે ત્યારે ચાલો જાણીએ તેનું બોક્સ ઓફિસ કલેક્શન.

ADVERTISEMENT

અક્ષય કુમાર અને વીર પહાડિયાની ફિલ્મ સ્કાય ફોર્સ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થયાને સાત દિવસ થઈ ગયા છે. સત્ય ઘટના આધારિત આ ફિલ્મ હજુ સુધી 100 કરોડ ક્લબમાં પ્રવેશી શકી નથી પણ વાત વર્લ્ડ વાઈડ કલેક્શનની કરીએ તો ફિલ્મ 100 કરોડને પાર કરી ગઈ છે. ફિલ્મે સાતમા દિવસે લગભગ 5.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચાલો જાણીએ કે ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી છે.

ફિલ્મે કયા દિવસે કરી કેટલી કમાણી?

સ્કાય ફોર્સે અત્યાર સુધીમાં ભારતમાં 86.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ ધીમે ધીમે 100 કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે. ફિલ્મે પહેલા દિવસે 12.25 કરોડ રૂપિયા, બીજા દિવસે 22 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 28 કરોડ રૂપિયા, ચોથા દિવસે 7 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 5.75 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને સાતમા દિવસે લગભગ 5.50 કરોડની કમાણી કરી હતી. આમ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 86.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ વિકેન્ડ સિવાય ફિલ્મે ખાસ કમાણી કરી નથી.

વર્લ્ડવાઇડ કલેક્શન 100 કરોડને પાર

સ્કાય ફોર્સના વિશ્વવ્યાપી કલેક્શનની વાત કરીએ તો, આ ફિલ્મે લગભગ 10.4.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મનું બજેટ 160 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અક્ષય અને વીરની ફિલ્મ સ્કાય ફોર્સ એક સત્ય ઘટના આધારિત મિલિટ્રી ડ્રામા ફિલ્મ છે. અને હાલમાં 26 જાન્યુઆરીએ પ્રજાસતાક દિવસ નિમિત્તે આ ફિલ્મ ભારતની ડિફેન્સ એકેડમીના વિદ્યાર્થીઓને ખાસ બતાવવામાં આવી હતી.

વધુ વાંચો: 'ચલો કરતે હૈ ફિર થોડી હેરાફેરી...' પ્રિયદર્શને બર્થડે પર ફેન્સને પાર્ટ 3 પર આપી સરપ્રાઈઝ

ફિલ્મની વાર્તા

ફિલ્મમાં અક્ષય અને વીર ઉપરાંત સારા અલી ખાન અને નિમરત કૌર પણ છે. સારા અને વીરની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે ત્યારે ફિલ્મના પ્લોટ વિશે વાત કરીએ તો, 'સ્કાય ફોર્સ'ની વાર્તા ભારતના બહાદુર સ્ક્વોડ્રન લીડર એબી દેવૈયાની વાસ્તવિક વાર્તા પર આધારિત છે. તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને વર્ષ 1965માં પાકિસ્તાની વાયુસેના સામે લડ્યા. તેમના ગુમ થયા પછી, તેમના વિંગ કમાન્ડર ઓ.પી. તનેજાએ તેમને શોધવા અને તેમને સન્માન અપાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ફિલ્મમાં વીર પહારિયાનું પાત્ર એબી દેવૈયાથી પ્રેરિત છે. જ્યારે, અક્ષય કુમારનું પાત્ર વિંગ કમાન્ડર ઓપી તનેજાથી પ્રેરિત છે.પહેલી જ ફિલ્મમાં વીરની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sky Force Collection Akshay Kumar Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ